Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

રાજકોટમાં રાજગોર સમાજને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા મુકતાનંદબાપુ

રાજકોટમાં કોવિડની મહામારી સમયે રાજગોર બ્રાહ્મણ પરિવાર કોવિડ કમીટી દ્વારા રાજકોટ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવેલ જે સેવા દરમિયાન સમગ્ર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી સ્વૈચ્છીક ફંડ આપવામાં આવેલ જે કોવિડ સેન્ટરના તમામ ખર્ચ બાદ કરતા બચત રકમમાંથી સમાજમાં ખાસ કરીને જરૂરીયાત છે એવી એમ્બ્યુલન્સ વસાવવામાં આવેલ જેનુ ગઈકાલે રાજકોટ ત્રંબા ભરાડ વિદ્યાલય ખાતે અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદબાપુના હસ્તે આ એમ્બ્યુલન્સનું શિક્ષણવિદ્દ ગિજુભાઈ ભરાડ તથા સંઘના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ તેરૈયા, જતિનભાઈ ભરાડ, ડી.વી. મહેતા, સંજયભાઈ દવે, બંકિમભાઈ મહેતા, પત્રકાર જયેશ દવે, લલિત ઘોઘીયા, ગુણવંતભાઈ ભરાડ, જીતુભાઈ ચાવડા સહિતનાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયુ હતું. હરિ ઓમ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજ રાજકોટ દ્વારા પૂ. બાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવી હતી (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(12:55 pm IST)