Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

આજે બોળચોથ : બહેનો દ્વારા ગૌપૂજન : જન્માષ્ટમી પર્વોત્સવનો પ્રારંભ

રાજકોટ : આજે શ્રાવણ વદ ચોથ છે. બહેનો દ્વારા આજે બોળચોથનું વ્રત રાખવામાં આવે છે. ગાય વાછરડાનું પૂજન કરી તેમને બાજરો નિરવામાં આવે છે. બહેનો આ દિવસે બપોરના એકટાણામાં બાજરો અને મગનું ધાન્ય ગ્રહણ કરે છે. આખા દિવસનું વ્રત રાખવામાં આવે છે. કોઇ સવારે ગૌ પૂજન કરે છે તો કોઇ ધણ છુટયાની સાંજની વેળાએ ગૌ પૂજન કરે છે. આમ આજથી જન્માષ્ટમી પર્વોત્સવનો પણ આરંભ થાય છે. કાલે નાગપંચમી, ત્યારબાદ રાંધણ છઠ, શીતળા સાતમ અને આઠમ એમ દરેક દિવસો ઉત્સવી બની રહેશે. તસ્વીરમાં બોળચોથ નિમિતે ગાય અને વાછરડાનું પૂજન કરતા બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:27 pm IST)