Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

સાગરનગરમાં માવતરે આવેલી ઉષાને પતિ સુરેશ તથા દિયરોએ માર માર્યો

સામા પક્ષે જેઠ મેરૂને ઉષાના પિતાએ મારકુટ કરી

રાજકોટ તા. ૨૬: જુના માર્કેટ યાર્ડ પાસે સાગરનગર-૪માં પિતાના અમૃતભાઇ વઢીયારાના ઘરે રોકાયેલી ઉષા સુરેશ વઢીયારા (ઉ.૩૦)ને તેના પતિ સુરેશ, દિયર જીતુ, જેઠ જેહા સહિતે આવી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

સામા પક્ષે મેરૂ જેહાભાઇ ટુવડીયા (ઉ.૩૪) પણ પોતાને સાગરનગરમાં અમૃતભાઇએ માર માર્યાની રાવ સાથે સારવારમાં દાખલ થયો હતો. અમૃતભાઇના કહેવા મુજબ તેની દિકરીને થોડા દિવસ પહેલા મારકુટ કરી જમાઇ મુકી ગયો હોઇ ગત સાંજે એ બાબતે ફરીથી માથાકુટ કરવા આવ્યો હતો અને મારામારી કરી હતી.

(11:49 am IST)