Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ભણીગણીને આગળ વધો

સ્કોલરશીપ તથા શિક્ષણના સમન્વયથી જીંદગી બની જાય છે : કરો અરજી

ધોરણ ૧ થી અનુસ્નાતક કક્ષા (પ્રોફેશ્નલ - નોન પ્રોફેશ્નલ કોર્ષીસ) સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ : કોરોનાને કારણે અસર પામેલા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે : વિદ્યાર્થીનીઓ (દિકરીઓ) માટે ખાસ શિષ્યવૃતિ : એન્જીનિયરીંગ, એમ.બી.બી.એસ, એમ.બી.એ, ભૂભૌતિકી-ભૂવિજ્ઞાન, ડીપ્લોમા, બી.ઇ, બી.ટેક, બી.આર્ક, મેડીસીન, સ્પેશ્યલાઇઝડ કોમર્સ, ડીઝાઇનીંગ, ફાયનાન્સ તથા કમ્પ્યુટર કોર્ષીસ માટે સ્કોલરશીપ

રાજકોટ તા.૨૬ : જીવનોપયોગી તથા સમાજોપયોગી શિક્ષણ ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે અનિવાર્ય બનતુ જાય છે. માહિતી અને જ્ઞાનના યુગમાં વિવિધ શૈક્ષણિક કોર્ષીસમા આજનું યુવાધન જોડાઇ રહ્યુ છે. ધોરણ ૧ થી લઇને સ્નાતક - અનુસ્નાતક કક્ષા સુધીના અલગ અલગ પ્રોફેશ્નલ - નોન પ્રોફેશ્નલ કોર્ષીસમાં આગળ વધવા માટે હાલમાં ઉપયોગી સ્કોલરશીપ પણ મળી રહી છે. શિષ્યવૃતિના સહયોગથી શિક્ષણ મેળવીને સતત પ્રગતિ પણ કરી શકાય છે. આ તમામ શિષ્યવૃતિઓ ઉપર એક નજર કરીએ તો....

લગ્રો સ્કોલરશીપ પ્રોગ્રામ ૨૦૨૧-૨૨ અંતર્ગત ધો.૧૨ પાસ થયેલ વિદ્યાર્થીનીઓને બીઇ,બીટેક, બીઆર્ક જેવા કોર્ષીસમાં ભણવા માટે શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ સ્કોલરશીપનો હેતુ તેજસ્વી વિદ્યાર્થીનીઓને એન્જીનીયરીંગ તથા આર્કીટેકચર કોર્ષમાં કારકિર્દી બનાવવા માટે આર્થિક સહયોગ આપવાનો છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦-૯-૨૦૨૧ છે. પસંદ થનાર વિદ્યાર્થીનીઓને ટયુશન ફીના ૬૦ ટકા અથવા વાર્ષિક ૬૦ હજાર રૂપિયા (બંનેમાંથી જે ઓછુ હોય તે) મળવાપાત્ર થશે.

અરજી કરવા માટેની પાત્રતા

વર્ષ ૨૦૨૧માં ધોરણ ૧૨ પાસ કરનાર ભારતીય વિદ્યાર્થીનીઓ અરજીપાત્ર છે. આવેદન કરનારે ધો. ૧૦ તથા ૧૨ની બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા ૭૫ ટકા મેળવેલા હોવા જોઇએ. ઉપરાંત ભારતની કોઇપણ માન્યતા પ્રાપ્ત કોલેજ યુનિવર્સીટીમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં બીઇ, બીટેક, બીઆર્ક કોર્ષમાં એડમીશન લેવા ઇચ્છુક હોવા જોઇએ. તેઓના પરિવારની કુલ વાર્ષિક આવક પ લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે.

અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/LFL3

 એચડીએફસી બેંક પરિવર્તન કોવીડ ક્રાઇસીસ સપોર્ટ સ્કોલરશીપ પ્રોગ્રામ ૨૦૨૧ અંતર્ગત ધો.૧ થી અનુસ્નાતક સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ આપેલ છે. પસંદ થનાર ઉમેદવારોને ૭૫ હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ૩૧-૧૦-૨૦૨૧ છે.

અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય વિદ્યાર્થીઓએ કોરોના મહામારી દરમિયાન પોતાના માતા-પિતા અથવા તો પરિવારમાં કમાનાર સભ્યને ગુમાવી દીધા છે અથવા તો પરિવારના સભ્યએ પોતાનો રોજગાર ગુમાવી દીધો હોય તેવા વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. તેઓને હાલમાં ધો.૧ થી ૧૨, ડીપ્લોમા, સ્નાતક અથવા અનુસ્નાતક (પ્રોફેશ્નલ તથા નોન પ્રોફેશ્નલ અભ્યાસક્રમો સહિત) કોર્ષમાં પ્રવેશ મેળવી લીધો હોવો જરૂરી છે. તેઓના પરિવારની કુલ વાર્ષિક આવક ૬ લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે.

અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/CCSS1

 ઓએનજીસી સ્કોલરશીપ ટુ મેરીટોરીયસ સ્ટુડન્ટસ ૨૦૨૦-૨૧ અંતર્ગત એન્જીનીયરીંગ, એમબીબીએસ, એમબીએ અથવા ભુભૌતીકી, ભુવિજ્ઞાન કોર્ષીસમાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અપાય છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને વાર્ષિક ૪૮ હજાર રૂપિયા મળવાપાત્ર થશે. ઓનલાઇન અથવા તો પોસ્ટ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ ૫-૯-૨૦૨૧ છે.

અરજી કરવા માટેની પાત્રતા

૩૦ વર્ષથી નીચેની ઉંમર ધરાવતા એસસી-એસટી-ઓબીસી તથા જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ, એમબીબીએસ, એમબીએ અથવા ભૂભૌતીકી, ભુવિજ્ઞાન કોર્ષીસમાં અનુસ્નાતક કક્ષાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જેઓએ છેલ્લી શૈક્ષણિક યોગ્યતા પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા અથવા તેને સમકક્ષ સીજીપીએ અથવા તો ઓજીપીએ પ્રાપ્ત કરેલ હોય તેઓ અરજીપાત્ર છે. જનરલ તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારોની કુલ પારિવારિક વાર્ષિક આવક ર લાખ રૂપિયા કે તેથી ઓછી તથા એસસી, એસટી ઉમેદવારોના પરિવારની કુલ વાર્ષિક આવક ૪.૫ લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઇએ.

અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/OSB8

 કોટક કન્યા સ્કોલરશીપ ૨૦૨૧ અંતર્ગત કોટક મહિન્દ્રા ગૃપ કંપનીઝના શિક્ષા (શિક્ષણ) તથા આજીવિકાના સીએસઆર પ્રોજેકટ સંદર્ભે કોટક એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા ધો.૧૨મા ૭૫ ટકા થી વધુ અંક મેળવનાર તથા પરિવારની કુલ વાર્ષિક આવક ૩ લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવી વિદ્યાર્થીનીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ શિષ્યવૃતિનો હેતુ સમાજના વંચીત વર્ગોની તેજસ્વી વિદ્યાર્થીનીઓ પ્રતિષ્ઠિત યુનિ.ઓ તથા કોલેજોમાં વ્યવસાયીક સ્નાતક અભ્યાસક્રમોમાં શિક્ષણ લઇ શકે તે માટે આર્થિક સહયોગ આપવાનો છે. ઓનલાઇન અરજી કરવાની અંતીમ તા. ૩૦-૯-૨૧ છે. પસંદ થનાર વિદ્યાર્થીનીઓને વાર્ષિક એક લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થશે. કોટક એજયુકેશન ફાઉન્ડેશનના નિર્ણય મુજબ દર વર્ષે નિતી નિયમો કે રકમમાં ફેરફાર શકય છે.

અરજી કરવા માટેની પાત્રતા

જે તેજસ્વી વિદ્યાર્થીનીઓએ એનએએસી,એનબીએ, યુજીસી માન્યતા પ્રાપ્ત પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં વ્યવસાયિક અભ્યાસક્રમોમાં સ્નાતકકક્ષાના પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો છે અને ધો. ૧૨માં ૭૫ ટકાથી વધુ ગુણ મેળવ્યા છે તથા જેઓના પરિવારની કુલ વાર્ષિક આવક ૩ લાખ કે તેથી ઓછી હોય તેવી વિદ્યાર્થીનીઓ અરજીપાત્ર છે. વ્યવસાયિક અભ્યાસક્રમોમાં એન્જીનિયરીંગ, મેડીસીન, આર્કીટેકચર, ડીઝાઇનીંગ, સ્પેશ્યલાઇઝડ કોમર્સ, ફાયનાન્સ તથા કોમ્પ્યુટર જેવા સ્નાતકકક્ષાના કોર્ષીસનો સમાવેશ થાય છે. ગ્રેજયુએશનની સાથે સાથે સીએ, સીએચ, સીએફએ, સીડબલ્યુએ, એલએલબી જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો સામેલ છે.

અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/KKGS1

આઇડીએફસી ફર્સ્ટ બેંક એમબીએ સ્કોલરશીપ ૨૦૨૧-૨૩ અંતર્ગત ભારતની પસંદગી પામેલ કોલેજોમાં ર વર્ષના ફુલટાઇમ એમબીએ પ્રોગ્રામના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવેલ છે. આ શિષ્યવૃતીનો ઉદ્દેશ એમબીએ કરતા વિદ્યાર્થીઓને ટયુશન ફીમાં આર્થિક સહયોગ આપવાનો છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.ર-૯-૨૦૨૧ છે. પસંદ થનાર ઉમેદવારોને ર વર્ષ માટે વાર્ષિકક એક લાખ રૂપિયા મળવાપાત્ર થશે.

અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય વિદ્યાર્થીઓ પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૦૨૧-૨૩ ની બેચમાં ફુલટાઇમ એમબીએ પ્રોગ્રામના પ્રથમ વર્ષમાં નોંધાયેલા છે અને જેઓના પરિવારની કુલ વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ અરજીપાત્ર છે.

અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/IFBMS2

કોવીડ ક્રાઇસીસ (જયોતી પ્રકાશ) સપોર્ટ સ્કોલરશીપ પ્રોગ્રામ ૨૦૨૧ અંતર્ગત કોરોનાને કારણે આર્થિક સંકટમાં આવી ગયેલ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે આર્થિક સહયોગ આપેલ છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૩૧-૮-૨૧ છે. પસંદ થનાર ઉમેદવારોને વાર્ષિક ૩૦ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ તથા મેન્ટરશીપનો લાભ મળવાપાત્ર થશે.

અરજી કરવા માટેની પાત્રતા

આ સ્કોલરશીપ ધોરણ ૧ થી સ્નાતકકક્ષા સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જાન્યુઆરી ૨૦૨૦ થી જે વિદ્યાર્થીઓના માતા-પિતા પરિવારના કમાનાર સભ્ય હયાત ન હોય અથવા પરિવારના કમાનાર સભ્યની નોકરી - રોજગાર ચાલ્યા ગયા હોય અને જે વિદ્યાર્થીઓએ એડમીશન લઇ લીધુ હોય અને પોતાનો અભ્યાસ જાળવી રાખવા માંગતા હોય તેઓ અરજીપાત્ર છે.

અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/CCSP1

ઉચ્ચ અને ઉપયોગી શિક્ષણ મેળવવા તથા ઉજજવળ કારકિર્દી ઘડવા માટે હાલમાં ઘણી બધી ઉપયોગી સ્કોલરશીપ ઉપલબ્ધ છે. યોગ્ય લાયકાત સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નિતીથી મહેનત અને કર્મ કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

(11:48 am IST)