Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

અર્બન કો.ઓપ. બેંકસ ફેડરેશન સહકારીતા મંત્રીની મુલાકાતે

રાજકોટ : નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપ. બેંકસ ફેડરેશન (નાફકબ) નવી દિલ્હીનું એક પ્રતિનિધિ મંડળ ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહની મુલાકાતે ગયુ હતુ. નાફકબના અધ્યક્ષ જયોતિન્દ્રભાઇ મહેતાની આગેવાની હેઠળ આ પ્રતિનિધિ મંડળે સહકારિતા ક્ષેત્રના અગત્યના વિષયો અને સહકારી બેંકીંગ ક્ષેત્રને મજબૂત બનાવવા રીઝર્વ બેંક દ્વારા ગઠીત એકસપર્ટ કમીટીના રીપોર્ટ સહીત સંવેદનશીલ અને અગત્યના વિષયો પર ચર્ચા કરી હતી. આ પ્રતિનિધિ મંડળમાં જયોતીન્દ્રભાઇ મહેતા ઉપરાંત નાફકબના નિર્દેકગણમાંથી અન્ય ડીરેકટર્સ ઉપરાંત ઉદયજી જોશી, કાંતિભાઇ પટેલ, ગૌતમભાઇ વ્યાસ, અલકાજી શ્રીવાસ્તવ, ઓ.પી. શર્મા, રામબાબુ શાંડીલ્ય, સુરેન્દ્રસિંહ સીસોદીયા, એન. વી. પટેલ, રમેશજી મંત્રી અને યોગેશ શર્મા (ચીફ એકઝીકયુટીવ) સાથે જોડાયા હતા.

(11:47 am IST)