Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કોઠારીયાની કરોડોની જમીનમાં ડિમોલીશન બાદ લેન્ડગ્રેબીંગમાં એક શખ્સને ઉઠાવી લેવાયો

કોઠારીયામાં કલેકટર તંત્રએ ૧૦ દિવસ પહેલા કરેલા મેગા ડિમોલીશનમાં જવાબદાર મનાતા એક જમીન કોૈભાંડકાર પટેલ શખ્સ સામે સુઓમોટો લેન્ડગ્રેબીંગ કરવા કલેકટરના આદેશ બાદ પોલીસનું ખાનગી રાહે ઓપરેશનઃ આ શખ્સને પુછતાછ માટે ઉઠાવી લેવાયાની ભારે ચર્ચાઃ સાંજ સુધીમાં ફરિયાદ દાખલ થવાની શકયતાઃ નોંધનીય છે કે ડિમોલીશનમાં મામલતદાર કથીરીયા અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે દબાણ હટાવવા ૪૦ જેટલા શેડ હટાવી કરોડોની જમીન ખુલ્લી કરાવી હતી.

(11:45 am IST)