Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ગોલ માલ હૈ ભૈ.. સબ ગોલમાલ : આમા ખાવું શું ?

હાઇવે પરથી ૨૨૮ લીટર ભેળસેળિયા દૂધનો નાશ : ૪ શંકાસ્પદ નમૂના લેવાયા

મ.ન.પા.ના આરોગ્ય વિભાગનું ચેકીંગ : મકાઇના લોટવાળી ૩૩ કિલો ફરાળી પેટીસનો નાશ : ફરસાણની ૧૧ પેઢી અને દૂધના ૨૨ વેપારીઓને ત્યાં નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની ટીમના દરોડા : ૨૩ કિલો વાસી ચેરીનો નાશ

મ.ન.પા.ને ગાંધીનગરથી રાજ્ય સરકારે ખાસ ફાળવેલા ટેસ્ટીંગ વાહન દ્વારા હાઇવે ઉપર દૂધના વાહનો તથા શહેરના દૂધની ડેરીઓમાં ચેકીંગ કરાયું તે વખતની તસ્વીરમાં નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ, અમીત પંચાલ વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)

રાજકોટ તા. ૨૬ : દૂધ એ સૌથી વધુ પૌષ્ટીક આહાર ગણાય છે પરંતુ હવે દૂધમાં ભેળસેળ પકડાવા લાગતા ખાવું શું? તેવો પ્રશ્ન સર્જાયો છે. આજે સવારે મ.ન.પા.ના આરોગ્ય વિભાગે હાઇવે પર દૂધના વાહનો તથા શહેરમાં દૂધની ડેરીઓમાંથી ૨૨૮ લીટર ભેળસેળિયા દૂધનો નાશ કરી શંકાસ્પદ દુધના ૪ નમૂનાઓ લઇ સરકારી લેબોરેટરીમાં મોકલી આપેલ તેમજ મકાઇના લોટવાળી, ૧૦ કિલો ફરાળી પેટીસ અને ૨૩ કિલોવાસી ચેરીનો નાશ કરાયો હતો.

આ અંગે આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેર કરેલ વિગતો મુજબ ફુડ વિભાગ દ્વારા આજરોજ તા.૨૬ના રોજ ગોંડલ બાયપાસ રોડ પાસે વહેલી સવારે ૫ કલાકે દૂધમાં થતી ભેળસેળ અંગેની ચેકીંગ ડ્રાઇવ કરવામાં આવેલ. જેમાં બહારગામથી રાજકોટ શહેરમાં વેંચાણ અર્થે આવતા દૂધના ટેન્કર, છકડો, રીક્ષા તેમજ અન્ય વાહનોમાંથી દૂધના સેમ્પલ કલેકટ કરી ગુજરાત રાજય સરકાર તરફથી ફાળવવામાં આવેલ ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા સ્થળ પર જ મિલ્કોસ્કેન મશીન વડે એનાલીસીસ હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૨ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરેલ. જેમાંથી ૦૪ (ચાર) શંકાસ્પદ જણાતા જેઓના FSSA - 2006 અન્વયે ફોર્મલ નમુના લઇ ફુડ એનાલીસીસ અર્થે મોકલવા માટે કામગીરી હાથ ધરેલ. તેમજ સદરહુ શંકાસ્પદ ૨૨૮ કિ.ગ્રા. દૂધના જથ્થાને યોગ્ય સ્થળે નાશ કરવામાં આવેલ.

શંકાસ્પદ દૂધના લીધેલ નમૂનાની વિગત

(૧) Meera Pastaurised Homogenised Standardised Chai Masti Milk (from 1 ltr pkd) નમુના લીધા સ્થળ- ગોંડલ રોડ હાઇવે, ક્રિષ્ના પાર્ક ચોકડી (મેન્યુ.: મીરા ડેરી પ્રોડકટ, પ્લોટ નં. જી-૨૧૧, લોધીકા ઇન્ડ એરીયા, મેટોડા) (૨) સ્વરાજ પેકડ મિલ્ક નમુના લીધા સ્થળ- ગોંડલ રોડ હાઇવે, ક્રિષ્ના પાર્ક ચોકડી (મેન્યુ. : વાંકાનેર, ગુજરાત) (૩) શિતલ પેકડ મિલ્ક નમુના લીધા સ્થળ- ગોંડલ રોડ હાઇવે, ક્રિષ્ના પાર્ક ચોકડી (મેન્યુ.પ્લોટ નં.૭૫ થી ૮૧, જી.આઇ.ડી.સી એસ્ટેટ, અમરેલી, ગુજરાત) (૪) ગાયનું દૂધ (લુઝ) નમુના લીધા સ્થળ- ગોંડલ રોડ હાઇવે, ક્રિષ્ના પાર્ક ચોકડી (અરવિંદભાઇ મૈયાભાઇ રાતડીયા ગામ : હડમતળા)

નમૂનાની કામગીરી

ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવેલ : (૧) રાજગરાનો ફરાળી ચેવડો (પ્રિપેર્ડ,લુઝ) સ્થળૅં શ્રી રામ ગૃહ ઉદ્યોગ, અશોક ગાર્ડન સામે, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, મવડી પ્લોટ (૨) ફ્રાઇગ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળ : શ્રી રામ ગૃહ ઉદ્યોગ, અશોક ગાર્ડન સામે, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, મવડી પ્લોટ (૩) ચોકોબાર કુલ કેન્ડી (લુઝ) સ્થળ : પ્રિયાંશી આઇસ્ક્રીમ, જંકશન પ્લોટ (૪) પૌવાનો ચેવડો (લુઝ) સ્થળ : શ્યામ ગૃહ ઉદ્યોગ, ૩ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, શ્રીજી વે-બ્રિજ સામે, મવડી પ્લોટ (૫) ફ્રાઇગ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળ : શ્યામ ગૃહ ઉદ્યોગ, ૩ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, શ્રીજી વે-બ્રિજ સામે, મવડી પ્લોટ સામે લીધેલ છે.

ફરાળી પેટીસ અને ચેરીનો નાસ કરાયો

શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય કુલ ૧૧ પેઢીમાં ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન મકાઇના લોટમાંથી બનાવેલ કુલ ૩૩ કિ.ગ્રા. ફરાળી પેટીશનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ ૧૮ કિ.ગ્રા મકાઇનો લોટ અને ૨૩ કિ.ગ્રા. જુન ૨૦૨૦માં એકસપાયર થયેલ કોલ્ડરૂમમાં રાખેલ મીઠી ચેરીનો નાશ કરાયેલ છે.

જેની વિગતો આ મુજબ છે. (૧) વિમલ નમકીન લક્ષ્મીનગર ૨૩ કિ.ગ્રા. જુન ૨૦૨૦માં એકસપાયર થયેલ કોલ્ડરૂમમાં રાખેલ મીઠી ચેરી (ર) વિક્રમભાઇ મિયાણા રેલનગર અંડરબ્રીજ પાસે મકાઇના લોટવાળી ફરાળી પેટીશ - ૦૪ કિ.ગ્રા. મકાઇ લોટ ૧૦ કિ.ગ્રા.નો નાશ કરાયો.

દૂધનું ચેકીંગ

(૩) ઠા પ્રફુલચંદ્ર ત્રિભોવનદાસ સુભાષનગર (૪) બાલાજી ફરસાણ રામેશ્વર ચોક (૫) ગાયત્રી ડેરી ફાર્મ રામેશ્વર ચોક (૬) મુરલીધર ફરસાણ એરપોર્ટ રોડ (૭) નિલકંઠ ડેરી ફાર્મ રેસકોર્ષ રોડ (૮) આનંદ ફરસાણ રેસકોર્ષ રોડ (૯) શ્રી બાલકૃષ્ણ ડેરી ફાર્મ ભોમેશ્વર ફાટક પાસે (૧૦) શ્રી ખોડિયાર ડેરી ભોમેશ્વર ફાટક પાસે (૧૧) મહેક ફુડ કોર્ટ રેલનગર અંડરબ્રીજ પાસે વગેરે સ્થળે દૂધનું ચેકીંગ કરાયેલ.

(3:00 pm IST)