Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળી

રાજકોટ જિલ્લાના લેન્ડ ગ્રેબિંગ અંગેના ૪૦ કેસોની સમીક્ષા - ૪ કેસમાં એફઆઈઆર કરાશે

રાજકોટ: ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, ૨૦૨૦ હેઠળ રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજ રોજ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને એક કમિટીની બેઠક મળી હતી.
આજની મીટિંગમાં લેન્ડ ગ્રેબિંગ અંગેના ૪૦ કેસોની સમીક્ષા કરવામાં આવી હતી.  ૩ કેસ પૂર્તતા માટે પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. જયારે  ૩૩ કેસ તપાસીને ડ્રોપ કરવામાં આવ્યા હતા.  જમીન પચાવવા અંગે ૪ કેસમાં જવાબદાર ઈસમો સામે એફ.આઈ.આર. કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો, .

(10:11 pm IST)