Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ઝનાના હોસ્પિટલનું ગુણવત્તાયુકત બાંધકામ સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.- કલેકટર અરૂણ મહેશ બાબુ

ઝનાના હોસ્પિટલની બાંધકામ કામગીરીનો સાપ્તાહિક અહેવાલ રજૂ કરવાના અને ઝડપી કાર્યવાહી કરવાના આદેશો આપતા જિલ્લા કલેકટર

dir="ltr">રાજકોટ:રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીમાં ઝનાના હોસ્પિટલનું ગુણવત્તાયુકત બાંધકામ પૂર્ણ કરવાના આદેશો જારી કર્યા હતા.
 મુખ્યમંત્રીના ડ્રીમ પ્રોજેકટ સમા ઝનાના હોસ્પિટલના બાંધકામની ચાલી રહેલી કામગીરીની કલેકટરએ સ્થળ પર જઇને સમીક્ષા કરી હતી, અને કામગીરીનો દર અઠવાડિયાનો અહેવાલ કલેકટરશ્રીના અંગત ધ્યાન પર મુકવા તેમણે  પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટના ઇજનેર શિવાંગ દવેને સૂચના આપી હતી.
હોસ્પિટલ ચોક સ્થિત ઝનાના હોસ્પિટલના અંદાજે રૂ. ૭.૫ કરોડના ખર્ચે બંધાઇ રહેલા ૧૩ માળના બિલ્ડીંગના કોન્ટ્રેકટરને કલેકટર અરૂણ મહેશ બાબુએ તાકીદ કરી હતી કે નિયત સમયમર્યાદામાં ઝનાના હોસ્પિટલની કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી તેમની છે. અન્યથા આ અંગે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
 ઝનાના હોસ્પિટલની મુલાકાતે આવેલા કલેકટરને પંડિત દિનદયાલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો. ચાવડાએ ઝનાના હોસ્પિટલની બાંધકામ સંબંધી સમગ્ર હકીકતોથી વાકેફ કર્યા હતા. કલેકટરએ તમામ પેપરવર્ક તપાસ્યું હતું, અને જરૂરી તમામ માર્ગદર્શિકાઓના પાલન સાથે ઝડપી કામગીરી કરવાના હુકમો કર્યા હતા. ફલોરવાઇઝ અપડેટસથી કલેકટરને  વાકેફ કરવા અને તબક્કાવાર ચાલતી કામગીરીમાં બનતી ત્વરા કરવા તેમણે સંબંધિતોને આદેશો આપ્યા હતા.
કલેકટરની આ મુલાકાત વેળાએ પંડિત દિનદયાલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી, પીડીયાટ્રીશ્યન ડો. પંકજ બુચ, ગાયનેકોલોજિસ્ટ ડો. કમલ  ગોસ્વામી,  ઇલેક્રટિકલ એન્જીનીયર મકવાણા, નર્સિંગ હેડ ઉપેન્દ્ર, ડો. જે.કે.નથવાણી વગેરે ઉપસ્થિત રહયા હતા.
(10:06 pm IST)