Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

જીટીયુ અને એનફાયર દ્વારા ફાયર સેફટી અંગે ઇ-સેમીનાર

રાજકોટ : ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ) અને નિવિડ ફાયરના સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને દરેક જનસામાન્યમાં ફાયર સેફટી સંદર્ભે જાગૃકતા કેળવાય તેવા હેતુથી ઇ-સેમીનાર યોજવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિ અને એનફાયરના ડાયરેકટર પુષ્પેન્દ્રસિંહ ઝાલાએ આ તકે જણાવેલ કે કોઇ પણ ઇમારતનું યોગ્ય પ્લાનિંગ અને ફાયર સંદર્ભીત ૦ થી ૬ સેકન્ડના ગોલ્ડન ટાઇમમાં અર્લી ડીટેકશન કરતા ડીવાઇસના ઉપયોગથી જાનહાની રોકી શકાય છે. જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેર, એસ્ટેટ હેડ રાગેશ ઠાકોર, જીટીયુ જીસેટ ડીરેકટર ડો. એસ. ડી. પંચાલે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. આવા સફળ આયોજન બદલ કો-ઓર્ડીનેટર મૃદુલ શેઠને અભિનંદન પાઠવાયા હતા. એનફાયર દ્વારા આગામી દિવસોમાં જીટીયુ સંલગ્ન તમામ શૈક્ષણિક સંસ્થા પરિસરમાં વિનામુલ્યે ફાયર સેફટી સંદર્ભે સાઇટ સર્વે કરી આપવા આ તકે જણાવાયુ હતુ.

(3:35 pm IST)