Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

પિતાના બેસણામાં ઓરમાન ભાઇઓએ હુમલો કર્યોં !!

રાજકોટ, તા., ર૬: જામનગર રોડ ઉપર બજરંગવાડી મેઇન રોડ ઉપર રેલનગર-૩માં રહેતા રેલ્વેના ટીકીટ અધિકારી જયેન્દ્રસિંહ પ્રાગજી જાડેજા અને તેમના પત્ની ઉપર ઓરમાન ભાઇઓએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં થતા ચર્ચા જાગી છે.

ફરીયાદી જે.પી. જાડેજાએ પોતાની લેખીત ફરીયાદમાં પોલીસ ઇન્સ્પેકટર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને જણાવ્યું છે કે આજે સવારે નવેક વાગ્યે તેઓ પોતાના ઘર પાસે હતા ત્યારે પાડોશમાં રહેતા ઓરમાનભાઇ ભુપતસિંહ જાડેજા અને ભરતસિંહ જાડેજાએ મારા ઉપર હુમલો કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે મારા પત્ની વચ્ચે પડતા તેમને પણ ધમકીઓ આપી ચાલ્યા જવા જણાવ્યું હતું. મારા ઉપર બંન્ને જણાએ હુમલો કર્યો હતો. આ વખતે સગા-સબંધીઓ આવી જતા મામલો શાંત પાડયો હતો. આ બારામાં મેં ૧૦૦ નંબર ઉપર પોલીસ કંટ્રોલને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ વાન દોડી આવી હતી. જે અમને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન લઇ જતા આ બારાની ફરીયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે જયેન્દ્રસિંહ પ્રાગજી જાડેજા આજે તેમના પિતાના બેસણામાં બાજુમાં રહશેતા ઓરમાન ભાઇના  આંગણામાં ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

(3:30 pm IST)