Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

રાજકોટ દક્ષિણમાં નવુ ઓડીટોરીયમ બનાવો અને આજી શુધ્ધીકરણનું કામ ઝડપથી આટોપો

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ધારાસભ્યો શ્રી પટેલ, શ્રી રૈયાણી, શ્રી સાગઠીયાની રજુઆત

રાજકોટ તા. ૨૬ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર જિલ્લાના ધારાસભ્યો તેમજ પોલીસ કમિશ્નર, મ્યુ. કમિશ્નર, જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતીમાં મળેલ બેઠકમાં ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયાએ જુદા જુદા પેન્ડીંગ પ્રશ્નો રજુ કરી ઉકેલની રજુઆત કરી હતી.

જેમાં ખાસ કરીને રાજકોટ દક્ષિણમાં એક ઓડીટોરીયમ બનાવવા તેમજ આનંદનગરથી રીંગરોડ સુધીના વિસ્તારમાં ઓછા વોલ્ટની ફરીયાદ નિવારવા ૬૬ કે. વી. સબસ્ટેશન બનાવવા વ્યાજબી ભાવે જમીન આપવા તેમજ આજી શુધ્ધિકરણ યોજનાનું કામ ધીમુ ચાલી રહ્યુ હોય ઝડપથી આટોપાવવા રજુઆત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ તમામ બાબતોમાં હકારાત્મક વલણ દાખવી સત્વરે નિરાકરણની ખાત્રી ઉચ્ચારી હોવાનું શ્રી પટેલ, શ્રી રૈયાણી શ્રી સાગઠીયાની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(2:53 pm IST)