Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

એચઆઇવી પોઝિટીવ બાળાની પોલીસ ઇન્સ્પેકટર બનવાની ઇચ્છા પુરી થશે સાંજે મહિલા પોલીસ સ્ટેશનમાં બાળાને પીઆઇનો ચાર્જ

રાજકોટઃ ડિસ્ટ્રીકટ નેટવર્ક ઓફ પીપલ લિવીંગ વિથ એચઆઇવી સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ પટેલે પોલીસ કમિશનરને મળી પોતાની સંસ્થામાં આશરે ૫૫૦૦ જેટલા એચઆઇવી પોઝિટીવ લોકો જોડાયેલા હોઇ અને તે પૈકી જન્મથી જ એચઆઇવી પોઝિટીવ ધરાવતી ૧૬ વર્ષની એક દિકરીનનું જીવન હવે થોડા વર્ષનું જ બાકી રહ્યું હોઇ તેની ઇચ્છા પોલીસ ઇન્સ્પેકટર બનવાની છે...તેવી રજૂઆત કરતાં શ્રી મનોજ અગ્રવાલે આ માટે મહિલા પોલીસ મથકના પીઆઇ એસ.આર. પટેલને જાણ કરી આ બાળાની ઇચ્છા પુરી કરવા તેને જરૂરી મદદ કરવાનું જણાવતાં આજે સાંજે ૫:૦૦ કલાકે આ બાળાને પોલીસ મથકમાં પી.આઇ.નો ચાર્જ થોડા સમય માટે આપીને તેની ઇન્સ્પેકટર બનવાની ઇચ્છા પુરી કરવામાં આવશેઃ જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાશે

(4:29 pm IST)
  • ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો હેતુ : ઇલેકટ્રીક વાહનો માટે ઘણી ટેકસ રાહતો જાહેર થઇ શકે : ઇલેકટ્રીક વાહનો ઉપર જીએસટી વધુ ઘટાડી દેવા પ્રયાસ access_time 4:23 pm IST

  • ઇરાનના કોઇપણ હુમલાનો જડબાતોડ જવાબ મળશે : અમેરિકા access_time 4:23 pm IST

  • અમદાવાદમાં પતિને પબજી ગેમ રમવાની ના પાડતા પતિએ પત્નિને માર્યો માર : છેલ્લા ઘણા સમયથી સાસરીયાઓ ત્રાસ આપતાં પરણિતાએ કર્યો આપઘાતનો પ્રયાસઃ પરણીતાની ફરીયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી access_time 3:09 pm IST