Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સિવિલ જજોની પ્રિલીમીનરી પરિક્ષાનું પરિણામ જાહેર : હવે ૭ જુલાઇએ લેખિત પરિક્ષા યોજાશે

રાજકોટ તા ૨૬  : તાજેતરમાં સિવિલ જજની ભરતી અન્વયે લેવાયેલ પરિક્ષાનું પરિણામ ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

 આ પરિક્ષામાં કુલ ૩૦૭ જેટલા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આાવેલ છે. ગત તા. ૫/૫/૧૯ ના રોજ આ પરિક્ષા યોજાયેલ હતી. જેમાં રાજયભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરિક્ષા આપી હતી.

આ પરિક્ષામાં રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના જીલ્લા, તાલુકા મથકોએથી ફોર્મ ભરવામાં આવેલ હતા, જેમાં કોર્ટ સ્ટાફ તથા વકીલો દ્વારા પણ પરિક્ષા આપવામાં આવી હતી.

આ પરિક્ષાનું પરિણામ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. તેઓની આગામી ૭ જુલાઇએ લેખિત પરિક્ષા લેવામાં આવશે, ત્યારબાદ જે કોઇ પાસ થશે તેઓનું ઓરલ ઇન્ટરવ્યું લેવામાં આવશે.

આ પરિક્ષામાં ગુજરાતમાંથી લગભગ ૬ હજાર જેટલા ઉમેદવારોએ પરિક્ષા આપી હતી.

(3:45 pm IST)