Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કયુઆરટીની ટીમે મોડી રાત્રે ભુલા પડેલા માનસિક અસ્વસ્થ યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યું

સતત ત્રણ કલાકની જહેમત બાદ લાગણીસભર દ્રશ્યોઃ 'પોલીસ પ્રજાનો મિત્ર' એ સુત્ર સાર્થક થયું

રાજકોટ તા. ૨૬: 'પોલીસ પ્રજાનો મિત્ર' એ સૂત્ર સાર્થક બને તે માટે શહેર પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરી દ્વારા  પ્રજાના માનસ ઉપર પોલીસની સારી છાપ પડે તેવી કાર્યવાહી કરવા સુચનો થતાં રહે છે. તે અંગર્તગ કયુઆરટીની ટીમે રાત્રીના આવી કામગીરી કરી છે.

જાણવા મળ્યા મુજબ નાઈટ રાઉન્ડ દરમિયાન કયુ.આર.ટી . ટીમના પીએસઆઇ પી.કે.ચુડાસમા, પ્રશાંતભાઈ,  ગિરિરાજસિંહ, સુરેન્દ્રસિંહ તથા ડ્રાયવર ગોવિંદભાઈને એક માનસિક અસ્વસ્થ યુવાન જોવા મળ્યો હતો. મોડી રાત્રે અસ્વસ્થ જણાતાં યુવાન પાસે જઇને આ ટીમે તેની પુછતાછ કરી હતી. પરંતુ તે  માનસિક અસ્વસ્થતાના કારણે પોતાનું નામ સરનામું કંઇ પણ જણાવી શકયો નહોતો.

જેથી પીએસઆઇ પી.કે.ચુડાસમા અને ટીમે આ યુવાનને પ્રથમ નાસ્તો કરાવડાવી ચા પીવડાવી હતી. એ પછી તેને સાથે રાખી  તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી. ઘણા પ્રયાસો છતાં આ યુવાન કંઇ જણાવી શકયો નહોતો. છેલ્લે પોતાના એક  પરિચિત વ્યકિતનુ ંનામ તેને યાદ આવતાં  સોશિયલ મીડિયા દ્વારા આ વ્યકિતની શોધખોળ શરૂ થતાં આ યુવાનનું સરનામું અને પરિવારજનો મળતાં આ  દિવ્યાંગ ભાઈનું તેમના માતા-પિતા સાથે પુનઃમિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.

કયુઆરટીની ટીમે સતત ત્રણ કલાક સુધી જહેમત ઉઠાવી ઘરેથી નીકળ્યા બાદ ભુલા પડેલા દિવ્યાંગ યુવાનનું તેના સ્વજનો સાથે મિલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્ર સાર્થક કર્યુ હતું.

(3:38 pm IST)