Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

હિમાની રિસોર્ટ્સમાં સમરવેવ વેલકમ મોનસૂન પૂલ પાર્ટીઃ ડીજે ડોલાવશે : મિડીયા સપોર્ટ 'અકિલા' અને નાઇન ઇવેન્ટ્સનો સહયોગ : ખિરસરા પેલેસ પાછળ આવેલા નયનરમ્ય હિમાની રિસોર્ટસમાં ૩૦મીએ સાંજે ૭ વાગ્યે જાણે દિવસ ઉગશેઃ જબરદસ્ત માહોલ સર્જાશે : યુવા હૈયાઓમાં ફેમસ ડી.જે. રોહિત ગિડા, રશિયન ડી.જે. પાશા ડોલ તથા રાજકોટીયન ડી.જે. અક્કી સોૈને એક એકથી ચડીયાતી ધૂન પર થીરકવા મજબૂર કરી દેશે : માત્ર કપલને જ એન્ટ્રીઃ પૂલમાં ડાન્સ ઉપરાંત મોકટેઇલ્સની અનેરી મજા માણી શકાશે :પૂલમાં ભીંજાવા ન ઇચ્છતા ડાન્સરસિકો માટે બહાર ડાન્સ ફલોરની અલગ સુવિધા : પાસ મેળવવા મેડ હાઉસ મોકા-કાલાવડ રોડ, એ. કે. મોબાઇલ-યાજ્ઞિક રોડ, મહાવીર સ્ટોર કાલાવડ રોડ તથા મોબાઇલ નં. ૯૫૧૨ ૧૦૯ ૧૦૯ ઉપર સંપર્ક કરો

રાજકોટ તા. ૨૬: 'ડી. જે.'...નામ સાંભળતા જ ડાન્સના શોખીનો ઝૂમવા માંડતા હોય છે. શહેરમાં આમ તો વારે-તહેવારે નોખા-અનોખા ડી.જે. ડાન્સના શોખીનોને મોજ કરાવી જતાં હોય છે. પરંતુ આ વખતે ડાન્સના શોખીન રાજકોટીયન્સ માટે 'હિમાની રિસોટ્ર્સ' કંઇક અલગ જ લાવ્યું છે. કાલાવડ રોડ પર ખિરસરા પેલેસની પાછળ આવેલા અત્યંત નયનરમ્ય હિમાની રિસોર્ટ્સ ખાતે ૩૦ જૂનના સાંજે ૭ વાગ્યાથી જાણે દિવસ ઉગશે...આ રિસોટ્સ દ્વારા જબરદસ્ત વેલકમ મોનસૂન પૂલ પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં રશિન ડી.જે. ડોલ સહિત યુવાધનમાં ખૂબ જાણીતા અન્ય બે ડી.જે. મળી એવી જમાવટ કરશે કે સોૈ કોઇ તેની ધૂન પર થીરકવા મજબૂર થઇ જશે.

હિમાની રિસોટ્ર્સ દ્વારા 'અકિલા મિડીયા પાર્ટનર' અને 'નાઇન ઇવેન્ટ્સ'ના સથવારે થયેલા આ આયોજનમાં રાજકોટમાં સોૈપ્રથમ વખત રશિયન ડી.જે.ને માણવાનો મોકો મળશે. સાથે રાજકોટના લોકલાડીલા ડી.જે. રોહિત ગીડા (સન બર્ન પરફોર્મર) તથા ડી. જે. અક્કી પૂલ પાર્ટીમાં નોખો-અનોખો અને સોૈને ડાન્સ કરવા મજબૂર કરી દે તેવો માહોલ સર્જશે. આયોજકોએ આ પૂલ પાર્ટીમાં માત્ર કપલ્સને જ એન્ટ્રી આપવાનું નક્કી કર્યુ છે.

ડાન્સ રસિકોને પૂલમાં ડાન્સ કરવા ઉપરાંત મોકટેઇલ્સની મજા પણ માણવા મળશે. જે ડાન્સ શોખીનો પૂલમાં ઉતરની ભીંજાવા નહિ ઇચ્છતા હોય અને બહાર ડાન્સ કરવાનો આનંદ માણવા ઇચ્છતા હશે તેના માટે પૂલની બહાર પણ અદ્દભુત ડાન્સ ફલોરની સુવિધા રાખવામાં આવી છે. જુદા-જુદા ડી.જે.ની ધૂન પર તો રાજકોટીયન્સ નાચ્યા જ હશે, પણ પહેલી જ વખત રશિયન ડી.જે. સોૈને ડોલાવશે.

આ વેલકમ મોનસૂન પૂલ પાર્ટીમાં સામેલ થવા પાસ મેળવવા ઇચ્છુકો માટે શહેરના સુવિખ્યાત કાલાવડ રોડના મેડ હાઉસ મોકા ખાતે સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત એ. કે. મોબાઇલ-યાજ્ઞિક રોડ, મહાવીર સ્ટોર કાલાવડ રોડ તથા મોબાઇલ નં. ૯૫૧૨ ૧૦૯ ૧૦૯ ઉપર પણ સંપર્ક કરી શકાશે.

હિમાની રિસોટ્ર્સ ખાતે એક એકથી ચડીયાતા લકઝુરિયસ રૂમની સવલત છે, તો ભાવતા ભોજનીયા ભરપેટ આરોગી શકાય તેવી વ્યવસ્થા પણ છે. રાજકોટથી માત્ર થોડા કિલોમિટરના અંતરે ખિરસરા પેલેસની બરાબર પાછળ મોટા વડા રોડ પર આવેલા હિમાની રિસોટ્ર્સ ખાતે ૩૦ જૂનના સાંજે ૭ વાગ્યે પહોંચીને મસ્ત મસ્ત માહોલમાં ડાન્સની મજા માણવાનો લ્હાવો લેવા યુવાધનમાં અત્યારથી જ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

હિમાની રિસોટ્ર્સને આ આયોજનમાં મિડીયા સપોર્ટ અકિલા, નાઇન ઇવેન્ટ્સનો સહયોગ મળ્યો છે. તો ટેકસેલ બાથીંગ, ગોલ્ડન ક્રાઉન સ્નૂકર કલબ અને સિધ્ધી વિનાયક હોન્ડા આ ઇવેન્ટ્સના સ્પોન્સર્સ બન્યા છે.

(3:58 pm IST)