Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ઇન્ડીયા બુલ હાઉસીંગની ૧ાા કરોડની બાકી વસૂલવા ડોકટર સહિત કુલ ત્રણની ૪ દુકાનો કબજે લેવાઇ

કલેકટરના હુકમ બાદ મામલતદાર ભગોરા-સર્કલ ટીંબડીયા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ર૬: રાજકોટ જીલ્લા કલેકટરે બેન્ક સિકયુરાઇટેઝશન એકટ હેઠળ કરેલા હુકમો બાદ પશ્ચિમ મામલતદાર શ્રી ભગોરા અને સર્કલ ઓફીસર શ્રી ટીંબડીયા તથા સ્ટાફે ઇન્ડીયા બુલ હાઉસીંગ ફાઇનાન્સની ૧ કરોડ પ૪ લાખની બાકી વસુલવા ૪ દુકાનોનો કબજો લઇ, સીલ મારી કંપનીને સોંપણી કરી દીધી હતી.

સાધુ વાસવાણી રોડ ઉપર, શિવાલીક-૮ માં ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ દુકાન નં. ૬, ૭, ૮, ૯નો કબજો લેવાયો હતો. બાકીદારોનાં દર્શિત પ્રવિણભાઇ મગદાણી અને રોશનીબેન મગદાણી-૭૮ લાખ, (ર) ડો. ભાવીન પ્રવિણભાઇ મગદાણી અને પ્રવિણભાઇ મગદાણી-૮૭ લાખ તથા (૩) ડો. ભાવીન પ્રવિણભાઇ મગદાણી અને પ્રવિણભાઇ મગદાણીના ૩૯ લાખ બાકી બોલતા હોય ઉપરોકત ચારેય દુકાનનો કબજો લેવાયો હતો, કલેકટરે ગત તા. ર૭ માર્ચના રોજ હુકમ કર્યા બાદ ગત સોમવારે આ કાર્યવાહી મામલતદારશ્રી ભગોરા દ્વારા કરાઇ હતી.

(3:31 pm IST)