Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

વોર્ડ નં.૧૧માં કોંગી કોર્પોરેટરોના હસ્તે ડામરરોડનું ખાતમુર્હુત

વોર્ડ નં.૧૧ના નાનામવા મેઈન રોડ પર આવેલ અર્જુનપાર્ક, ઉપાસના પાર્ક તથા તાપસ સોસાયટીમાં આ વિસ્તારના કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ. જાડેજા, પરેશભાઈ હરસોડા, પારૃલબેન ડેર તથા વસંતબેન દ્વારા ડામર રોડનું ખાતમુર્હુત કરવામાં આવેલ. આ પ્રસંગે આ વિસ્તારના હરદેવસિંહ જે. જાડેજા, શીંગાળા લક્ષ્મણભાઈ, રાજેશભાઈ સોરઠીયા, કિશોરભાઈ અઘેરા, જેન્તીભાઈ ડોબરીયા, સુરેશભાઈ સોરઠીયા, જમનભાઈ ગોંડલીયા, ડો.રાદડીયા મનોજભાઈ, રમેશભાઈ ડોબરીયા, પ્રવિણભાઈ, કિશોરભાઈ, ભુપતભાઈ, રણછોડભાઈ, ભગવાનજીભાઈ, દિલીપભાઈ, હરેશભાઈ, વિપુલભાઈ, જયેશભાઈ વિગેરે હાજર રહેલા.

 

(4:41 pm IST)