Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

દાણાપીઠ વિસ્તારના વોંકળા પર એલિવેટેડ રોડ બનાવવા સ્થળે મુલાકાત લેતા મેયર ચેરમેન

 રાજકોટઃ શહેરના સટ્ટા બજાર દાણાપીઠ વિસ્તાર ખુબજ ગીચ વિસ્તાર છે અને વેપાર ઝોનના કારણે માલ આવન-જાવન કરતા વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા પણ ખુબજ રહે છે. ટ્રાફિક સમસ્યા હલ થાય તેવા શુભ હેતુથી સટ્ટા બજાર લાગુ આવેલ વોંકળા પર એલિવેટેડ રોડ બનાવવા ચાલુ વર્ષના બજેટમાં બજેટ  જોગવાઈ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજ રોજ મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, સિટી એન્જીનીયર કામલીયા વિગેરેએ સ્થળ મુલાકાત લીધેલ. આ સ્થળ મુલાકાત સમયે રાજકોટ કોમોડિટી એક્ષચેન્જ લી. ના ચેરમેન રાજુભાઈ પોબારું તથા સ્થાનિક વેપારીઓ ઉપસ્થિત રહેલ. વોંકળા પર એલિવેટેડ રોડ બની શકે એમ છે કે નહી ભવિષ્યમાં તેની સફાઈ થઇ શકે વિગેરે બાબતો ધ્યાનમાં લઇ આવા કામના કન્સલટન્ટ રાખી આગળની કાર્યવાહી કરવા અધિકારીઓને સુચના આપેલ.

 

(4:40 pm IST)