Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

રાજકોટમાં આજથી અઠવાડિયુ વરસાદની આગાહી

આકરા તાપથી છુટકારો : તાપમાન ૩૭ ડીગ્રીની અંદર રહેશે

રાજકોટ, તા. ર૬ : શહેરમાં તાપમાનમાં ઘટાડો થયો છે. અસહ્ય ગરમીમાં રાહત મળી છે. હવે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હવામાન ખાતાએ આજથી આખુ અઠવાડિયુ વરસાદની આગાહી કરી છે.

કોર્પોરેશને ચોમાસાના સામના માટે કન્ટ્રોલરૃમ સહિત આગોતરી વ્યવસ્થા કરી છે. પ્રિ-મોન્સુન પ્લાન કેવો છે તે વરસાદ વખતે જ ખ્યાલ આવી શકશે.

હવામાન ખાતાની આગાહી મુજબ તા. ર૬ થી ૩૦ સુધી હળવા વરસાદની શકયતા છે. તા. ૧ અને ર જુલાઇએ તોફાની વરસાદ થઇ શકે છે. આ બધા દિવસોમાં તાપમાન ૩૭ ડીગ્રીની અંદર રહેશે. કુદરતી રીતે સંજોગો ગમે ત્યારે બદલાય શકે છે.

 

(4:38 pm IST)