Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સ્વામિનારાયણ ગુરુકુળના છાત્રોનો SSC ના પરિણામમાં દબદબો

૯પ ટકાથી ઉપર ર૬ વિદ્યાર્થીઓ, ૯૦ ટકાથી ઉપર પપ

રાજકોટ તા. ર૬: ઢેબર રોડ, રાજકોટ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય બોર્ડ દ્વારા જાહેર કરાયેલ એસ.એસ.સી. પરિણામમાં ૯૭.૩ર% સાથે અગ્રેસર રહેલ છ.ે ર૬ વિદ્યાર્થી ૯પ% અને પપ વિદ્યાર્થી ૯૦% સાથે ઉતીર્ણ થયા છે.

ગુરુકુળની વિશેષતા એ રહી છે કે અહીં ભણતો વિદ્યાર્થી શૈક્ષણિક ફી, હોસ્ટેલ ફી તેમજ ભોજન એમ બધું મળીને વાર્ષિક માત્ર રૂપિયા ૩૬૦ એટલે કે દરરોજ માત્ર એક રૂપિયામાં જ ઉત્તમ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મનિષ્ઠ સંતોના માર્ગદર્શન હેઠળ ડાયરેકટર શ્રી બોઘરાનું સતત મોનીટરીંગ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોની નિષ્ઠા અને ખંત પૂર્વકના શૈક્ષણિક કાર્ય અને વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે.

શાળાએ આવું ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા ગુરુ મહારાજ પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂજય મહંત સ્વામી તેમજ શિક્ષણ વિભાગ સંભાળતા પૂ. નિર્ગુણ જીવન સ્વામી, પૂ. જનમંગલ સ્વામી, પૂ. સત્ય સંકલ્પ સ્વામીએ સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ શ્રી કિશોરભાઇ દવેના જણાવ્યા અનુસાર આ વર્ષે રાજકોટ ગુરુકુળને ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પણ રાજકોટ જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ જાહેર કરવામાં આવેલ છે.

(3:58 pm IST)