Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

રાજકોટ જિલ્લામાં કોરોનાથી સજા થયેલ દર્દીઓને બ્લેક ફાનગસથી બચાવવા નાક સાફ અભિયાન

નાક કાન સાફ કરવા જાગૃતિ માટે જિલ્લામાં 700 કર્મચારીઓને ડ્યુટી સોંપાઈ એક પ્લાસ્ટિકની સળી જેના છેડે જંતુનાશક દવા લગાડેલું કોટન હોય છે અનેઆ સળીની મદદ થી લોકો નાક કાન સફાઈ કરી શકે.

રાજકોટ: રાજકોટ જિલ્લામાં કોરોનાથી સજા થયેલ દર્દીઓને બ્લેક ફાનગસથી બચાવવા નાક સાફ અભિયાન શરૂ કારવામાં આવ્યું છે ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના બાદ હવે બ્લેક ફંગસ ઈન્ફેક્શન અર્થાત ‘મ્યૂકર માઈકોસિસ’ નામની બીમારીએ માથું ઊંચકતા વહીવટી તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. રાજકોટ જિલ્લાના સ્વાસ્થ્ય વિભાગે હવે લોકોને બ્લેક ફંગસથી બચાવવા માટે નાક હાઈજીન કરવા માટેનું અભિયાન શરૂ કર્યું છે. Protect Black Fungus

આ અંગે રાજકોટ જિલ્લા એપિડેમિક ઑફિસર ડૉ રાઠોડે જણાવ્યું કે, અમે ગામમાં 700 કર્મચારીઓની ડ્યૂટી નાક-કાન સાફ કરવા માટે લગાવી દીધી છે. ગામમાં જે લોકોને કોરોના થઈ ચૂક્યો છે. તેમને પ્લાસ્ટિકની એક સળી (Cotton Ear Buds) આપવામાં આવે છે. જેના છેડે કપાસ હોય છે અને તેમાં જંતુનાશક દવા લગાવેલી હોય છે. આ સળીની મદદથી લોકો પોતાનું નાક સાફ કરી શકે છે.

કોરોના દરમિયાન લોકો પોતાનું નાક સાફ નથી કરી શકતા, એવામાં તેમના નાકમાં ફંગસ થઈ જાય છે અને તે ઝડપથી વધવા લાગે છે. એક વખત આ બીમારી થઈ જાય, પછી તેની સારવાર ખૂબ જ મોંઘી છે. આથી માત્ર નાક સાફ કરીને જ આ રોગને ફેલાતો રોકી શકાય છે. જે લોકો કોરોનાથી સંક્રમિત છે અથવા પહેલા થઈ ચૂક્યાં છે, એવા લોકોના નાકને 7 દિવસ સુધી કોટન ઈયર બડ્સથી બિટાડીન લોશન લગાવીને સાફ કરવામાં આવશે.

(8:33 pm IST)