Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

ભાવો વધતા જ ખેડૂતો રોકડી કરવાના મૂડમાં

રાજકોટ યાર્ડમાં મગફળીની ધીંગી આવકઃ ૪પ હજાર ગુણી ઠલવાઇ

રાજકોટ તા. ર૬ : મીની લોકડાઉન વચ્ચે રાજકોટ યાર્ડ ખુલતા જ વિવિધ જણસીઓની પુરજોશમાં આવકો શરૂ થઇ છે. આજે યાર્ડમાં મગફળીની ૪પ હજાર ગુણીની તોતીંગ આવકો થઇ હતી. મગફળીના ભાવો વધતા ખેડૂતો રોકડી કરવાના મૂડમાં હોય તેમ મગફળીનો જથ્થો ઠાલવી રહ્યા છે.

મીની લોકડાઉન વચ્ચે રાજકોટ યાર્ડમાં મગફળી, કપાસ અને તલની રોજ આવકો શરૂ કરાઇ છે. જયારે અન્ય જણસીઓની ક્રમશ આવેલ શરૂ કરાઇ છે. આજે રાજકોટ યાર્ડમાં મગફળીની ૪પ હજાર ગુણીની આવકો થઇ હતી. મગફળી ઝીણી એક મણના ભાવ ૧ર૩૦ થી ૧ર૪૦ રૂ. ભાવ હતા જયારે મગફળી જાડી એક મણના ભાવ ૧ર૯૦ થી ૧૩૦૦ રૂ. હતા.

વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ મગફળીના ભાવો વધતા ખેડૂતો રોકડી કરવાના મુડમાં હોય તેમ મગફળીનો જથ્થો ઠાલવી રહ્યા છે. ખેડૂતોને બિયારણ માટે રૂપિયાની જરૂર હોય વિવિધ જણસીઓ યાર્ડમાં ઠાલવી રહ્યા છે.

(1:11 pm IST)