Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

રાજકોટ લોહાણા મહાજનની નવેસરથી ચૂંટણી યોજવા રાજકોટના નાયબ ચેરિટી કમિશનરશ્રીનો હુકમ

રાજકોટઃ રાજકોટ લોહાણા મહાજનની નવેસરથી ચૂંટણી યોજવા રાજકોટના નાયબ ચેરીટી કમિશનરે હુકમ કર્યો છે.

૪૫ દિવસમાં નિરિક્ષકોની હાજરીમાં વિડિઓગાફી સાથે ચૂંટણી યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વિજેતાઓની નામાવલિ સાથે ફેરફાર રિપોર્ટ ભરવાનો ગઇકાલે હુકમ થયો હોવાનું જાણવા મળે છે.

ગુજરાત હાઇકોર્ટે આપેલા નિર્દેશ મુજબ રાજકોટનાં ડેપ્યુટી ચેરિટી કમિશનરશ્રી ચીરાગ જોશીએ હુકમો કર્યાનું બહાર આવ્યુ છે.

(8:05 pm IST)