Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

શ્રેયસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો ૩૪માં વર્ષમાં પ્રવેશઃ છ દિ' સર્વરોગ નિદાન કેમ્પ

જરૂરીયાતમંદ દર્દીઓને રાહતદરે હેલ્થ ચેકઅપ, લેબોરેટરીની સુવિધા

રાજકોટ,તા.૨૬: શહેરનાં મેડીકલ ફીલ્ડના હૃદય સમાન વિદ્યાનગર રોડ પર છેલ્લા ૩૩ વર્ષથી કાર્યરત શ્રેયસ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. દરેક વર્ગના દર્દીઓને માનવતા સભર ઉત્તમ સેવા દ્વારા જનસેવા એજ ખરા અર્થમાં પ્રભુ સેવા છે એવા ઉદ્દેશથી ડો.વલ્લભભાઈ કથીરિયાએ શ્રેયસ સર્જીકલ હોસ્પિટલ ૨૬ મે ૧૯૮૫ના રોજ તત્કાલીન આરોગ્ય મંત્રીશ્રી વલ્લભભાઈ પટેલની હસ્તે શરૂ કરી હતી. દુષ્કાળ હોય કે ભૂકંપ કે અન્ય આપત્તિઓમાં પોતાની અવિરત મેડકલ સેવાઓ દ્વારા હજારો દર્દીઓને ઓપરેશનો કરી સમગ્ર વિસ્તારમાં યશ અને સુવાસ મેળવ્યા છે.

સમય જતા ડો.કથીરિયા રાજકીય ક્ષેત્રે કારર્કીદી આગળ ધપાવી શ્રેયસ સર્જીકલ હોસ્પિટલને શ્રેયસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં વિસ્તરીત કરી સર્જીકલ અને કેન્સર ઉપરાંત મેડીકલ, હૃદયરોગ, હાડકા, એકસીડેન્ટ, ન્યુરો સર્જરી જેવા વિભાગો દ્વારા સતત માનવ સેવામાં કાર્તરત હતા.

વર્તમાનમાં ડો.કથીરિયા સાહેબની કેન્સર સર્જરીની સેવાઓ ઉપરાંત ડો.કે.એમ. દૂધાગરા કે જેઓ ૩૩ વર્ષની જનરલ સર્જરી દ્વારા ધોરાજી- ઉપલેટા- કાલાવડ પંથકમાં સેવારત હતા તેઓ સર્જીકલ વિભાગ સંભાળે છે. ડો.વીરૂત પટેલ એમ.ડી.ફીજીશ્યન હૃદયરોગ, પક્ષઘાત, પોઈઝન, બી.પી., ડાયાબીટીસ, શ્વાસ, ફેંફસા, મગજના તવા ઉપરાંત આઈ.સી.યુ. વિભાગ સંભાળે છે. ડો.રઘુવીર ફીજીયોથેરાપી વિભાગ ઉપરાંત ''પોઈન મેનેજમેન્ટ''ની વિશિષ્ટ સેવા પૂરી પાડે છે. શ્રેયસ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં અદ્યતન આઈ.સી.યુ. અને વેન્ટીલેટર, ડી ફેબ્રીલેટર સહિત ઓપરેશન થીયેટર અને આઈ.આઈ.ટીવીની સુવિધા ઉપલબ્ધ છે.

શ્રયેસ હોસ્પિટલના ૩૪માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે સમગ્ર સપ્તાહ દરમ્યાન તા.૨૮મે થી ૨ જુન સુધી સર્વરોગ નિદાન કેમ્પના ભાગરૂપે નવા- જુના સર્વે દર્દીઓને વિના મૂલ્યે નિદાન કરી આપવામાં આવશે. જરૂરિયાત વાળા દર્દીઓને રાહતદરે હેલ્થ ચેક- અપ અને લેબોરેટરી તથા ફીજીયોથેરાપીની સુવિધા આપવામાં આવશે.

તસ્વીરમાં શ્રેયસ હોસ્પિટલનાં મુખ્ય સર્જન ડો.કે.એમ. દુધાગરા, ડો.વિરૂત પટેલ, એમ.ડી. ડો.રઘુવીર, મેનેજમેન્ટશ્રી અંકિતભાઈ તથા ડો.કથીરિયાના  પી.એ. રમેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૯)

(4:13 pm IST)
  • મુંબઈની તરતી રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબી : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટ ડૂબી જતા 15 લોકો ડૂબ્યા હતા. જો કે સદનસીબે આ તમામ લોકોને બચાવી લેવાયા હતા. એક મોટી શિપને તરતી રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવી હતી. આ આર્ક ડેક બાર રેસ્ટોરન્ટ સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. જહાજમાં પાણી ભરાવાથી દુર્ઘટના સર્જાય હતી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાય છે. access_time 2:09 pm IST

  • આજે CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર થશે : પરિણામ સરળતાથી જોઇ શકાય તે માટે ગુગલ સાથે કર્યું CBSEએ જોડાણ : ગુગલ પરથી વિદ્યાર્થીઓ જોઇ શકશે પોતાનું પરિણામ : cbse.examresults.net, cbseresults.nic.in, results.nic.in and results.gov.in વેબસાઈટસ પરથી પરિણામ જાણી શકાશે access_time 6:56 pm IST

  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST