Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

જીવનનું સાચુ સુખ સત્સંગની સમજણમાં જ છે : પૂ.મહંત સ્વામી

BAPS મંદિરે આજે સમજણ દિન ઉજવાશે : સામૂહિક વર્તમાનવિધિ કાર્યક્રમ

રાજકોટ : અહિંના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પૂ. મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શન માટે વહેલી સવારે ૫ વાગ્યાથી ભકતોની ભીડ મંદિર પ્રાંગણમાં જોવા મળે છે. યુવાનો અને વડીલો સહિત નાના બાળકો પણ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનો લાભ લઇ રહ્યા છે.  પ્રાતઃ પૂજા બાદ પૂજય ડોકટર સ્વામીએ મોબાઈલના વધતા ઉપયોગ પર ટકોર કરતા જણાવ્યું હતું કે ભગવાને રાજ છોડ્યા પણ આપણે મોબાઈલ નથી છોડી શકતાં, મોબાઈલના ફાયદા ઘણા છે તેની સામે નુકશાન પણ ઘણું છે.

પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે જીવનમાં પૈસા, શારીરિક સ્વસ્થતા અને સારું પાત્ર એમાં જીવનનું સાચું સુખ નથી પરંતુ સાચું સુખ સત્સંગની સમજણમાં જ છે. ભગવાનની આજ્ઞાએ કરીને મન વાળે તો સુખ મળે છે. સત્સંગમાં દરેક હરિભકતને મોટો જાણવો. કુસંગથી ડરવું, ચેતતા રહેવું એ બધું બગાડે છે. અભિમાન ન રાખવું. અભિમાન આવે તો જ્ઞાન રહેતું નથી.  આજનો દિન સમજણ દિન તરીકે ઉજવાશે. જે અંતર્ગત પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સમૂહ વર્તમાન વિધિનો કાર્યક્રમ સાંજે ૬ વાગ્યે યોગીસભાગૃહમાં યોજાશે. સાયંસભામાં ૬ થી ૭ સત્સંગ કથાવાર્તાનો લાભ મળશે. સત્સંગની સમજણ દ્રઢ કરાવતો રસપ્રદ સંવાદ ૭ થી ૭:૩૦ દરમ્યાન યોજાશે.

ગઈ કાલે સત્સંગ દિને સાયંસભામાં પૂ. મહંતસ્વામી મહારાજના સેવક સંત પૂજય બ્રહ્મવત્સલ સ્વામીએ પારાયણમાં કથાવાર્તાનો લાભ આપ્યો હતો. સત્સંગનું મહત્વ સમજાવતી શ્નસત્સંગમાંથી રાજીનામુંલૃસંવાદ દ્વારા ભકતોને જીવનમાં ભકિત કર્યા પછી પણ દુઃખોનો સામનો કરવો પડતો હોવાની વાતને વણી લીધી હતી અને સંવાદ દ્વારા દુઃખમાં પણ ભકિતમાં લીન રહેવાથી સુખ ચોક્કસ મળશે તેવો સંદેશો આપ્યો હતો. મહંતસ્વામી મહારાજે સૌ હરિભકતોને વિડીયો આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, શ્નસત્સંગ છોડીને જતા નહી. સત્સંગ દ્રઢ કરીને રાખજો. સત્સંગ મળવો ખૂબ દુર્લભ છે. સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે માટે ભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ કરીને રાખજો.(૩૭.૮)

(12:43 pm IST)
  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST

  • પાટીદાર પંચાયતમાં વિવાદ : દિનેશ બાંભણીયાએ હાર્દિકને લખ્યો પત્ર : હાર્દિકે ફકત પબ્લીસીટી મેળવવા રાજકીય પાર્ટીઓને પત્ર લખ્યાનો આક્ષેપ : ધાર્મિક સંસ્થા અને શહીદ પરિવારને આમંત્રણ નહિં અપાતા પાટીદાર પંચાયતમાં થયો વિવાદ : પંચાયતમાં નહિં જવાનો નિર્ણય જાહેર કરતા બાંભણીયા access_time 7:09 pm IST

  • મુંબઈની તરતી રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબી : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટ ડૂબી જતા 15 લોકો ડૂબ્યા હતા. જો કે સદનસીબે આ તમામ લોકોને બચાવી લેવાયા હતા. એક મોટી શિપને તરતી રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવી હતી. આ આર્ક ડેક બાર રેસ્ટોરન્ટ સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. જહાજમાં પાણી ભરાવાથી દુર્ઘટના સર્જાય હતી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાય છે. access_time 2:09 pm IST