Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

નશાની હાલતમાં પત્નિને ઘરમાં પુરી નિલેષ આંબલીના ઝાડમાં લટકી ગયો

બારીમાંથી પત્નિ કિરણ જોઇ જતાં દેકારો મચાવતાં પડોશીએ આવી ઝાડની ડાળી કાપી બચાવી લીધોઃ કોળી યુવાન રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૬: જસદણ મફતીયાપરામાં રહેતાં નિલેષ હસમુખભાઇ વાળા (ઉ.૩૨) નામના કોળી યુવાને ગત રાત્રે નશો કરેલી હાલતમાં ઘરે આવ્યા બાદ પત્નિ કિરણને બહારથી દરવાજો બંધ કરી ઘરમાં પુરી દીધા પછી ફળીયામાં આવેલા બખાઇ આંબલીના ઝાડમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્નિ બારીમાંથી જોઇ જતાં તેણે બૂમાબૂમ કરતાં પડોશીએ તેણીને બહાર કાઢી હતી અને ઝાડની ડાળી કાપી નિલેષને નીચે ઉતારી સારવાર માટે ખસેડતાં જીવ બચી ગયો છે.

જસદણથી નિલેષને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે જસદણ જાણ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર આ યુવાન છુટક મજૂરી કરે છે અને ત્રણ ભાઇ તથા બે બહેનમાં નાનો છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લાંબા સમયથી તેને દારૂ પીવાની ટેવ છે. નશાની હાલતમાં આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

(11:39 am IST)