Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

જળસંચય અભિયાનઃ રાજકોટ જીલ્લામાં ૧૪રપ સ્થળો ઉપર વોટર હાવેસ્ટીંગ કરાશેઃ ર૦૦ તળાવો ઉંડા ઉતારાશે

૬ કરોડનો માસ્ટર પ્લાન સરકારમાં મોકલતા કલેકટરઃ પા.પૂ.બોર્ડને પ૦૦ બોરની કામગીરી

રાજકોટ તા. ર૬ : રાજકોટ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જળસંચય અભિયાન અંગે મળેલી બેઠકો અંગે મહત્વના નિર્ણયો લેવાયા હતા, આવેલ ૬ કરોડનો માસ્ટર પ્લાન મંજૂર કરી કલેકટરે સરકારમાં પણ મોકલી દિધા છે.

દરમિયાન આ બેઠક અંગે માહિતી આપતા એડી.કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે ૧ર૭- પંચાયત કચેરી, ૩૪૭- દવાખાના, ૬પ૧-આંગણવાડી, ૩૦૦ સ્કુલ મળી કુલ ૧૪રપ સ્થળો ઉપર વરસાદ પહેલા વોટર હાવેસ્ટીંગના કામો પૂરા કરી લેવાશે. આ ઉપરાંત ર૦૦ તળાવો ઉંડા ઉતારવાનું અને પ૦ કામો જંગલ ખાતાને અપાયાનું ફાઇનલ કરાયું છે. તેમણે ઉમેર્યુ હતું કે પાણી પુરવઠા બોર્ડ પ૦૦ જેટલા બોરનવા બનાવાશે કે ઉંડા ઉતારશે અને જીવંત કરશે. ૧પ૦ ખેતતલાવડીમાં પણ પાણીનો સ્ત્રોત વધારશે. મનરેગા હેઠળના આ કામમાં ૬૦ ટકા મજુરી અને ૪૦ ટકા માલ સામાનનો રેશીયો રખાયો છે.

(3:07 pm IST)