Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

આજીડેમ પોલીસનું ઉમદાકાર્યઃ ર૦૦૦ શ્રમજીવીઓનું સ્થળાંતર અટકાવી જીવનનિર્વાહની વ્યવસ્થા કરી

રાજકોટઃ વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે અને આ મહામારી ફલાઇ રહી છે ત્યારે આવા માઠા પ્રસંગમાં માણસો વધુ ભેગા થાય તો આ કોરોના વાયરસનું સંક્રમણ વધવાની પુરેપુરી શકયતાઓ રહેલ હોય અને આ હાલમાં લોકડાઉન ચાલુ છેજે અન્વયે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ લોકોને પડતી મુશ્કેલીઓ બાબતે માહીતગાર થાય તેનો સંભવીત ઉકેલ લાવી શકાય તે માટે એસીપીએ સુચના આપેલ જે અનુસંધાને આજીડેમ પોલીસ સ્ટેશનના કોઠારીયા સોલવંટ વિસ્તારના ઇન્ચાર્જને માહીતી મળેલ કે કોઠારીયા રો રોકડીયા ડેકોરેશનની સામે આવેલ ગુપડપટ્ટીમાં રહેતા આશરે ર૦૦૦ જેટલા પરપ્રાંતિય શ્રમજીવીઓ સ્થળાંતર કરવાની તજવીજ કરી રહેલ છેજે બાબતે ઉપરી અધિકારીઓને માહીતગાર કરતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ એસ.પી.પુર્વ વિભાગ રાઠોડ તથા આજીડેમ પો.સ્ટે. પીઆઇએ તાત્કાલીક જગ્યા પર જઇ શ્રમજીવીઓ સાથે સંવાદ કરેલ અને આ બાબતે ડી.સી.પી. રવી મોહનસોની સાથે વાત કરે તેઓને આ બાબતે અવગત કરતા તેઓની સુચના મુજબ આ શ્રમજીવીઓના જીવનનિર્વાહની યોગ્ય વ્યવસ્થા તુરંત કરવા જણાવતા આ શ્રમજીવીઓ મોટાભાગના શ્રમજીવીઓ જાંબુમાં જીલ્લાના વતનીઓ છે તથા અહી છુટક મજુરી કરી ગુજરાન ચલાવે છે. હાલની લોક ડાઉનની સ્થિતિને લીધે વ્યવસાય તથા ઉદ્યોગો સ્થગીત હોય તેઓની આજીવીકાનું કોઇ માધ્યમ ન હોય તથા તેઓ તમામ છુટક દેનીક મજુરીકામ કરતા હોય તેઓની જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ મેળવવા માટે ખુબજ તકલીફ થવાની દહેશત હોય પોતે સ્થળાંતર કરવા મજબુર થયેલ હોય જે સ્થળાંતર ન કરે તથા તેમના જીવનનિર્વાહની વ્યવસ્થા તેમના રહેવાની જગ્યા પર જ થાય તે માટે માર્ગદર્શન આપતા આ બાબતે પોલીસ કમિશનર તથા સંયુકત પોલીસ કમિશનરએ તથા ડી.સી.પી. રવી મોદન ચૈનીએ સત્વરે વહીવટી તંત્રની અન્ય શાખાઓને સંપર્ક કરી આ આશરે ર૦૦૦ જેટલા પરપ્રાંતીય શ્રમજીવીઓની જમવાની તથા પાણીની વ્યવસ્થા કરવા માટે પ્રયત્નો હાથ ધરેલ તથા આ સહાય પહોંચે ત્યાં સુધી એ.સી.પી. તથા પી.આઇ.એ સ્થાનીક આગેવાનો તથા સામાજીક કાર્યકરોનો સંપર્ક કરી જમવાની વ્યવસ્થા કરવા અંગે સુચન કરતા કેટલાક પ્રતિષ્ઠીત વ્યવસાયીક દાતાઓનો સંપર્ક કરતા આજથી જયા સુધી લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી ઉપરોકત તમામ માણસોને જમવાની વ્યવસ્થા કરી આપવાનું જણાવેલ છે તથા પાણીની વ્યવસ્થા માટે ડી.સી.પીના પ્રયત્નોથી આર. એમ. સી.તથા રેવન્યુ ડીપાર્ટમેન્ટ દ્વાર સત્વર ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરી આપી હતી. આમ આ પરપ્રાંતિય શ્રમજીવીઓના જીવનનિર્વાહના વિકટ સંજોગો પ્રત્યે સંવેદનીશલ અભિગમ અપનાવી પોલીસ દ્વારા વહીવટીતંત્ર તથા સેવાભાવી વ્યવસાયીકોની મદદથી અનેક લોકોના જીવનને સ્પર્શતી વિકટ સમસ્યાનો સુખદ ઉકેલ લાવવામાં આવેલ છે તથા લોકડાઉન ચાલે ત્યા સુધી સુચારૂ જીવન માટેની તમામ જવાબદારી ઉપાડી ફરજનિષ્ઠા તથા માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ છે.

(4:15 pm IST)
  • પાકિસ્તાનમાં પેટ્રોલ - ડિઝલમાં રૂ.૧૫નો ઘટાડો : વિજબીલ હપ્તેથી ભરી શકશે : કોરોના વાયરસના પગલે પાકિસ્તાનમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે ઈમરાન ખાતે રાહત પેકેજ જાહેર કર્યુ છે જેમાં પેટ્રોલ અને ડિઝલમાં રૂ.૧૫નો ઘટાડો જાહેર કર્યો છે તેમજ ૩૦૦ યુનિટ સુધી વિજળીનો ઉપયોગ કરનારાઓ હપ્તે હપ્તેથી બીલ ભરી શકશે access_time 4:32 pm IST

  • વેપારી-ખેડૂતોની લાગણી સામે સરકારે નમતું જોખ્યું : માર્કેટ યાર્ડ બંધ રહેશે : સરકારનો નિર્ણંય access_time 8:07 pm IST

  • ભારતમાં કોરોનાવાયરસ COVID-19 નું સામુદાયિક ટ્રાન્સમિશન થયું હોવાનું કહેવા માટે હાલ કોઈ સખત પુરાવા નથી : કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય access_time 9:19 pm IST