Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સફાઇ કામદારોની ફરજનિષ્ઠા સાથે દિલદારી : મુખ્યમંત્રી રાહત ફંડમાં ૩ લાખ આપશે

પ્રત્યેક કામદાર રૂ. ૧૦૦ આપશે : મ્યુ. સફાઇ કામદાર એશો. દ્વારા અનેરી પહેલ

રાજકોટ : વર્તમાન કોરોના રોગચાળાને અટકાવવા સફાઇ કામદારો તેઓનાં જાનમાલની પરવા કર્યા વગર દિવસ-રાત સફાઇ કરી ફરજ નિષ્ઠા દર્શાવી રહ્યા છે. સાથો સાથે દેશવાસીઓનાં રક્ષણ માટે  મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૩ લાખ જેટલી માતબર રકમનો ફાળો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આ રોગના સંક્રમણને રોકવા માટે પોતાના રાહતફંડમાં ફાળો આપવાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે ત્યારે મ્યુ. કોર્પોરેશન સફાઇ કામદાર એસો. તેની તળે પ્રત્યેક સફાઇ કામદાર રૂ. ૧૦૦ નો ફાળો આપશે.  યુનિયનના આ નવી પહેલ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાલ્મિકી સમાજના તમામ સફાઇ કામદારો નકકી કરેલ રકમ રાહતફંડમાં આપવામાં આવશે.

તસ્વીરમાં આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલને ખાત્રી આપી રહેલા યુનિયનના મંત્રી શંકરભાઇ વાઘેલા, પ્રમુખ પારસભાઇ બેડીયા અને ભરતભાઇ વાઘેલા વગેરે સફાઇ કામદાર અગ્રણીઓ નજરે પડે છે.

(4:14 pm IST)
  • ઓહોહો... રાજકોટમાં ૩૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : રાજકોટ : શહેરમાં આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ૩૬ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે : ૨૯.૬ ડિગ્રી સાથે ગરમીમાં ઘટાડો થયો છે : ભેજનું પ્રમાણ ૪૩ ટકા છે : દિવસનું તાપમાન નોર્મલથી ૮ થી ૯ ડિગ્રી નીચુ જોવા મળી રહેલ છે access_time 4:33 pm IST

  • ભારતમાં કોરોનાવાયરસ COVID-19 નું સામુદાયિક ટ્રાન્સમિશન થયું હોવાનું કહેવા માટે હાલ કોઈ સખત પુરાવા નથી : કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય access_time 9:19 pm IST

  • કોરોના વાયરસના દર્દીઓને સારવાર આપતા ડોકટરો સફેદ કપડામાં ભગવાનનો અવતાર છેઃ તેમને હેરાનગતિ પહોંચાડવી શરમજનક : નરેન્દ્રભાઈ access_time 11:58 am IST