Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

શકિત સોસાયટીમાં પૈસાની લેતી-દેતી મામલે લુહાર પરિવાર વચ્ચે મારામારી

પ્રકાશ ચુડાસમા તેનો ભાઇ શૈલેષ અને દિપક ચુડાસમા સારવારમાં

રાજકોટ, તા. ર૬ : નવાગામ શકિત સોસાયટીમાં લગ્ન માટે લીધેલા પૈસા મામલે લુહાર યુવાન અને તેના ભાઇ પર મોટાબાપુના દીકરા સહિતે લાકડી, પાઇપ વડે હુમલો કરતા બંને પક્ષના ત્રણ વ્યકિતને ઇજા થતાં સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ નવાગામ શકિત સોસાયટીમાં રહેતા પ્રકાશ ધીરૂભાઇ ચુડાસમા (ઉ.વ.ર૦) અને તેનો મોટો ભાઇ શૈલેષ (ઉ.વ.ર૮) બંને પોતાના ઘરે હતાં ત્યારે તેના મોટાબાપુનો દીકરો રાજુ અને દીપક બંને ઘરે આવી દોઢ લાખ રૂપિયાની માંગણી કરી ઝઘડો કરી બંનેને લાકડી વતી માર માર્યો હતો. આ બનાવમાં પ્રકાશે પોતાના લગ્ન માટે રૂ. પ૦ હજાર રાજુ પાસેથી લીધા હતાં તે પૈસા ચૂકવી દીધા છતાં દોઢ લાખ માગતા ડખ્ખો થયો હોવાનું પ્રકાશ ચુડાસમાએ જણાવ્યું હતું. જયારે સામા પક્ષે દિપકભાઇ ઠાકરશીભાઇ ચુડાસમા (ઉ.વ.૪૦)ને પણ પ્રકાશ અને શૈલેષે પાઇપ વડે માર મારતા ઇજા થઇ હતી. બાદ ત્રણેયને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે બી-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:43 pm IST)