Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષા પ્રારંભઃ ૬૦ હજાર પરીક્ષાર્થીઓ

૧૫૬ કેન્દ્રો ઉપર લેવાઈ રહેલ પરીક્ષા : ૩૪૦ નિરીક્ષકો મુકાયા

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી બીજા તબક્કાની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. પ્રસ્તુત તસ્વીરમાં પરીક્ષા કેન્દ્રો બહાર પરીક્ષાર્થીઓ નજરે પડે છે. જયારે નીચે શાંતિપૂર્ણ પરીક્ષા આપતા છાત્રો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૬ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી તા.૨૬ માર્ચથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિની ફરીયાદોની ભારે બૂમ ઉઠી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કુલપતિ અને કુલનાયક દ્વારા માત્ર કન્ટ્રોલ રૂમમાં બેસીને પરીક્ષાનું નિયમન કરી રહ્યા છે. જે મહદ અંશે નિષ્ફળ રહ્યું છે ત્યારે આજથી બીજા તબક્કાની પરીક્ષા ન્યાયિક માહોલમાં લેવાશે કે પછી ગેરરીતિઓ સાથે ?

બીજા તબક્કાની પરીક્ષામાં બી.એ. સેમેસ્ટર-૪ રેગ્યુલર ૧૨,૩૬૦, બી.એ. સેમેસ્ટર- ૪ એકસર્ટનલ - ૫,૫૧૭, બીબીએ સેમેસ્ટર-૪ ૩,૫૬૫, બી.સી.એ. સેમેસ્ટર-૪ - ૩૦૫૫, બીકોમ સેમેસ્ટર - ૪ રેગ્યુલર - ૨૨,૮૯૦, બી.કોમ. સેમેસ્ટર - ૪ એકસટર્નલ - ૨,૨૮૦, બી.એસ.સી. સેમેસ્ટર-૪ - ૭,૧૩૬, એલ.એલ.બી. સેમેસ્ટર-૨, ૨૧૮૬ સહિત કુલ ૧૯ પરીક્ષાઓમાં ૫૯,૮૯૪ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ૧૫૬ કેન્દ્રો ઉપર ૩૪૦ ઓબ્ઝર્વર મૂકવામાં આવ્યા છે.

(1:09 pm IST)