Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ચોટીલા ગેસ્ટ હાઉસમાં ઉતારાયેલી ચાર નગ્ન કલીપો અને ૧૧ ફોટા સાથેનો મોબાઇલ કબ્જે

રિધ્ધીએ કહ્યું-હું ભરત પટેલ સાથે માત્ર ફ્રેન્ડ તરીકે નાસ્તો કરવા ગઇ ને તેણે ગેસ્ટ હાઉસમાં જવાની વાત કરતાં ગુસ્સો આવતાં પાઠ ભણાવવાનું નક્કી કર્યુ'તું... : ભરત પટેલને 'હનીટ્રેપ'માં ફસાવી ૩૦ લાખ માંગનાર કિશન લુહાર, તેની મંગેતર રિધ્ધી અને કોૈટુંબીક બહેન સોનલને પ્ર.નગર પોલીસે દબોચ્યાઃ સાંજ સુધીના રિમાન્ડ મળ્યા : કિશને પોલીસને કહ્યું- ભરતને ખાલી મારકુટ કરી પોલીસને સોંપવો'તો પણ બાદમાં તેણે જ સામેથી પૈસાની ઓફર કરતાં લાલચ જાગી ને વિડીયો ઉતારી ફોટા ફાડી લીધા હતાં!!

રાજકોટ તા. ૨૬: વાણીયાવાડીના દયાનંદનગર-૯/૧૭માં રહેતાં ભરત જીવરાજભાઇ પટેલ (ઉ.૩૮)ને બે યુવતિ અને એક યુવાને 'હનીટ્રેપ'માં ફસાવી રૂ. ૩૦ લાખ માંગી નગ્ન ફોટા-વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપ્યાનો મામલો સામે આવતાં પ્ર.નગર પોલીસે મુળ સુરેન્દ્રનગરની અને હાલ પીડીએમ કોલેજ પાછળ ભાડેથી રહેતી રિધ્ધી મહેશભાઇ ઓઝા (ઉ.૨૫), કોઠારીયા રોડ હુડકો સી-૪૩માં રહેતાં તેના મંગેતર કિશન દલસુખભાઇ સિધ્ધપુરા (લુહાર) (ઉ.૨૫) અને હુડકો કવાર્ટર સી-૩૨માં રહેતી કિશનની કોૈટુંબીક બહેન સરોજ વિનોદ ડોડીયા (ઉ.૩૧)ની ધરપકડ કરી છે. ચોટીલાના ગેસ્ટ હાઉસમાં ભરત પટેલ અને સોનલના ચાર વિડીયો અને ૧૧ ફોટા પાડી લેવાયા હતાં. આ નગ્ન કલીપો-ફોટા સાથેનો મોબાઇલ પોલીસે કબ્જે કરી ત્રણેયને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતાં સાંજ સુધીના રિમાન્ડ મંજુર થતાં પોલીસ ત્રણેયને સાથે રાખી ચોટીલા તપાસાર્થે પહોંચી છે.

પ્ર.નગર પોલીસે આ અંગે ભરત પટેલની ફરિયાદ પરથી કિશન સિધ્ધપુરા, રિધ્ધી ઓઝા અને સરોજ ડોડીયા સામે આઇપીસી ૧૨૦-બી, ૩૮૪, ૩૮૫, ૩૮૯, ૫૦૪, ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પટેલ યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા પોતે ભાગીદારીમાં પડધરીમાં કારખાનુ ચલાવતો હતો. ત્યારે રિધ્ધી તેની ઓફિસમાં નોકરીએ રહી હતી અને થોડા સમય પછી નોકરી છોડી દીધી હતી. આજથી એકાદ મહિના પહેલા તેના ફોનમાં રિધ્ધીનો ફોન આવ્યો હતો અને ખબર અંતર પુછ્યા હતાં. એ પછી બંનેએ બે-ત્રણ જગ્યાએ સાથે નાસ્તો-ભોજન કર્યા હતાં. એ પછી ૨૨/૩ના રાત્રે નવેક વાગ્યે પોતે અને રિધ્ધી ધરમ સિનેમા પાસે ભેગા થયા બાદ ચોટીલા ગેસ્ટ હાઉસમાં ગયા હતાં અને રૂમ રાખી અંદર ગયા હતાં. પોતે ન્હાવા ગયો ત્યારે કોઇએ દરવાજો ખખડાવતાં રિધ્ધીએ દરવાજો ખોલતાં એક યુવક અને એક યુવતિ અંદર ઘુસી ગયા હતાં. જેમાં છોકરો બાથરૂમમાં ઘુસી ગયો હતો અને બોચી પકડી બહાર કાઢી માર મારતો કહેવા લાગેલ કે તું મારી મંગેતર રિધ્ધીને ખરાબ કામ કરવા લાવ્યો છો, હવે પોલીસ બોલાવી પકડાવી દેવો છે. આથી પોતે માફી માંગવા માંડતાં ઉઘાડા ઢીલે જ પલંગ પર બેસાડી દીધેલ.

એ પછી છોકરાએ પોતાનું નામ કિશન હોવાની કહેલ. પોતે ગભરાઇ ગયેલ હોઇ રસ્તો કાઢવાનું કહેતાં કિશને ૩૦ લાખ આપવા પડશે તેમ કહી સોનલનને સાથે બેસાડી મોબાઇલથી શુટીંગ કરી લઇ ફોટા પાડી લીધા હતાં. તેમજ પૈસા નહિ આપ તો આ ફોટો-વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ખિસ્સામાંથી રૂ. ૭ હજાર કાઢી લઇ તેમાંથી ૧ હજાર પાછા આપી રાજકોટ જતાં રહેવા અને કોઇને જાણ કર્યા વગર પૈસા પહોંચાડી દેવા તેમજ જો પૈસા ન આપે તો બળાત્કારની ફરિયાદ નોંધાવશે તેવી ધમકી આપી હતી.

 સાથે અગાઉ તેને પરિચય થયો હતો.  તેણીએ પોતાને ધરમ સિનેમા પાસે બોલાવ્યો હતો. ત્યાંથી ચોટીલાના એક ગેસ્ટ હાઉસમાં લઇ ગઇ હતી. પ્લાન મુજબ એ ગેસ્ટ હાઉસમાં પાછળથી અચાનક કિશન અને સરોજ આવી ગયા હતાં. એ પછી ત્રણેયએ બળજબરી કરી પોતાને અને સરોજના નગ્ન હાલતમાં ફોટા પાડી તેમજ વિડીયો ઉતારી લઇ ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ રૂ. ૬ હજાર રોકડા અને પાનકાર્ડ, આધાર કાર્ડ, કારની સર્વિસ બૂક બળજબરીથી કઢાવી લીધા હતાં. તેમજ ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી જો બદનામ ન થવું હોય અને બળાત્કારના કેસમાં ફસાવુ ન હોય તો રૂ. ૩૦ લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી.

એ પછી ભરતને ઉઘરાણી માટેના ફોન શરૂ થઇ જતાં તે મુંજાયો હતો. સગાને જાણ કર્યા બાદ પોલીસને જાણ કરતાં પી.આઇ. બી. એમ. કાતરીયા, સંજયભાઇ દેવ, વિરભદ્રસિંહ, મોહસીન ખાન સહિતની ટીમે છટકુ ગોઠવી કિશનને પૈસા લઇ જવા માટે રેસકોર્ષ રીંગ રોડ પર બોલાવતાં તે તથા રિધ્ધી અને ચોટીલા આવેલી છોકરી ત્રણેય આવ્યા હતાં. જેને પોલીસે પકડી લીધા હતાં. આ છોકરીનું નામ સરોજ ડોડીયા હોવાનું ખુલ્યું હતું.પોલીસે મોબાઇલ ફોન કબ્જે લઇ પરિક્ષણમાં મોકલ્યો છે. જેમાં ભરતની ચાર નગ્ન કલીપો અને અગિયાર ફોટા છે. રિધ્ધીએ પોતાનો બચાવ કરતાં એવું રટણ કર્યુ હતું કે તેણે માત્ર મિત્રતા ખાતર ભરત સાથે વાતચીત કરી હતી અને જમવા સાથે ગઇ હતી. પણ તેણે ગેસ્ટહાઉસમાં જવાની વાત કરતાં પોતે રોષે ભરાઇ હતી અને મંગેતર કિશનને વાત કરતાં અમે તેને પાઠ ભણાવવા લઇ ગયા હતાં. કિશને એવું રટણ કર્યુ હતું કે તેની અને રિધ્ધીની આઠ મહિના પહેલા બંનેના પરિવારજનોની સંમતિથી સગાઇ થઇ છે. ભરતને મારકુટ કરવાના પ્લાનથી જ અમે તેને ચોટીલા લઇ ગયા હતાં. પણ તેણે ગભરાઇને સામેથી પૈસાની ઓફર કરતાં લાલચ જાગી હતી અને શુટીંગ કરી ફોટા પાડી લઇ તેની પાસે અમે પૈસા માંગ્યા હતાં.

પોલીસે વિશેષ પુછતાછ માટે ત્રણેયને ત્રણ દિવસના રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં સાંજ સુધીના રિમાન્ડ મંજુર થયા છે. 

(4:45 pm IST)