Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

આલેલે...સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં રકમ આપ્યા વિના દાખલો પૂછી નાખ્યો...

છબરડા ફેઈમ યુનિવર્સિટીમાં વધુ એક છબરડોઃ ગેરરીતિ યથાવત

રાજકોટ, તા. ૨૬ :. એ-ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા ચાલુ છે ત્યારે પરીક્ષામાં વ્યાપક ગેરરીતી યથાવત રહી છે. આજે પેપર સેટરે પ્રશ્ન પૂછવામાં ભગો વાળ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે બી.બી.એ. સેમ. ૪માં આંકડાશાસ્ત્રનું પ્રશ્નપત્ર હતું જેમાં પેપર સેટરે તેની વિદ્વતા  દર્શાવવા ર૮ ગુણનું કોર્ષ બહારનું પૂછયું હતું જેમાં એક પ્રશ્નમાં તો પેપર સેટર મહાશયે રકમ આપ્યા વગર જ વિદ્યાર્થીઓ પાસે દાખલાનો ઉતર માંગ્યો હતો. પરીક્ષા નિયામકશ્રી પમીતભાઇ પારેખનો સંપર્ક સાધતા તેમણે આ અંગે જણાવ્યું હતું પેપર સેટરની ભૂલ રહી ગઇ છે જેના ખુલાસો પૂછીશું.

(4:28 pm IST)