Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

મરણપથારીએ પડેલી લોકશાહીની બુધવારે આઇસીયુ સારવાર યાત્રા

રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા જયુબેલી ચોકમાં નવતર કાર્યક્રમ

રાજકોટ તા. ૨૬ : મતદારોને જાગૃત કરી લોકશાહીને ઉજાગર કરવા અનેકવિધ કાર્યક્રમો આપતા 'રાજકોટ મતદાર એકતા મંચ' દ્વારા તા. ૨૮ ના બુધવારે 'મરણપથારીએ પડેલ લોકશાહીની આઇસીયુ સારવાર' શિર્ષકતળે નવતર કાર્યક્રમ આપવા તૈયારીઓ કરાઇ છે.

મંચના સંયોજક અશોકભાઇ પટેલની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૨૮ ના બુધવારે સવારે ૧૦ વાગ્યે ગાંધી પ્રતિમા, જયુબેલી ચોક ખાતેથી મરણપથારીયએ પડેલ લોકશાહીની સારવાર યાત્રા શરૂ કરાશે. જે ત્રિકોણબાગ, માલવીયા ચોક, યાજ્ઞીક રોડ, જિ.પં. ચોક, ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ રોડ, હરીહર ચોક, ચૌધરી હાઇસ્કુલ ચોક થઇ કલેકટર કચેરીએ બપોરે ૧૨.૩૦ વાગ્યે પહોંચશે.

જયાં લોકશાહીની આઇસીયુ સારવારનો કાર્યક્રમ અપાશે.

કલેકટર સમક્ષ છ માંગણીઓ મુકવામાં આવી છે. (૧) ઇવીએમ મશીનો બંધ કરી કાગળના મતપત્રકો બેલેટ પેપરો શરૂ કરવા, (ર) ચુંટણી પંચની સાથે રાજકીય પક્ષોની નોંધણી રદ કરવી, (૩) મતપત્રકો અન ચુંટણી પ્રચારમાંથી નિશાન હટાવી ઉમેદવારનો ફોટો લગાડવો, (૪) રાજકીય પક્ષોના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો વચ્ચે વહેવારમાં ભેદને દુર કરો, (૫) ચુંટણીઓમાં પ્રવર્તતા લોભ લાલચ, ભય, ભ્રષ્ટાચારને દુર કરવા, (૬) ચુંટણી પધ્ધતી બદલાવી ઉમેદવાર ખર્ર્ચ, પ્રચાર કે ભય વગરની બનાવવા સુચન કરાયુ છે.

 સત્યાગ્રહીઓએ માથા પર પ્લઇન સફેદ ટોપી પહેરીને જોડાવા અશોકભાઇ પટેલ (મો.૯૪૨૮૨ ૭૫૫૫૦) ની યાદીમાં જણાવાયુ છે.

(4:28 pm IST)