Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સૂર્યારામપરામાં પાઇપલાઇન રીપેર કરવા સિંચાઇ તંત્ર ઉંધા માથે

કરોડો લીટર પાણી વેડફાયુઃ ફાયરબ્રિગેડની ટીમની મદદ લેવાઇ

રાજકોટ તા. ર૬ : રાજકોટ નજીક વાંકાનેર રોડ પર સુર્યારામપર ગામ પાસે પસાર થતી સૌથી યોજના વાલ્વ ક્ષતિયુકત થતાં કરોડો લીટર પાણી વેડફાયું છેફાયરબ્રિગેડની ટીમ દ્વારા ગઇકાલ બપોરના ૧ર થી ર રાત્રે ૧ર સુધી વાલ્વ રીપેરીંગ કામગીરી કરતા પરંતુ વાલ્વ રીપેર થયો ન હતો. આજ સવારના ૭ વાગ્યાથી ફરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાલ્વમાં ર૪ બોલ્ટ ખોલવામાં આવ્યા હતા. પાઇપ લાઇન રીપેરીંગમાં તંત્ર ઉંધા માથે લાગ્યું છ.ે

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ સૌની યોજના હેઠળ નિર્મદાનું પાણી આજીડેમમાં ઠાલવા મચ્છુ-૧ ડેમની ટીંબા સુધીન ૩૧ કિલોમીટરની ૧૦ ફુટની લાઇનમાંં સુર્યારામપરા ગામે  ફુટના વાલ્વને ટેમ્પર કરી પથ્થર મારી ડેમેજ કરવામાં આવ્યો છે. સુર્યારામપરામાંં ગામમાં ૧૧ દિવસથી વાલ્વ તુટવાને કારણે ગામનું તળાવ છલકાઇ રહ્યું છે અને કરોડો પાણીનો જથ્થો વેડફાયો છે.

આ ઘટનાની વિગતો જોઇએ તો રાજકોટ શહેરથી ર૦ કી.મી.દુર સૂર્યારામપરા પાસે સૌની યોજનાનો વાલ્વ ક્ષતિ યુકત થતા દશ દિવસથી કરોડો લિટર પાણીનો વેડફાટ થયો હતો. ગામનું તળાવ છલોછલ પાણીથી હિલોળે ચડયું હતું. વાલ્વ રિપેર કરવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જતા સિંચાઇ વિભાગે તળાવનો પાળો તોડવો પડયો હતો. વાલ્વ રિપેરીંગ માટે ફાયરબ્રિગેડના ડ્રાઇવરો ર૦ ફુટ ઉંડે પાણીમાં જઇ રિપેરીંગની કામગીરી કરી હતી. આ રિપેરીંગ થાય ત્યાં સુધી તો કરોડો લિટર પાણીનો અક્ષમ્ય બેદરકારીપૂર્ણ વેડફાટ થઇ ચુકયો હતો.

સૂર્યારામપરાના સરપંચ સહિત પાંચની પુછપરછ

રાજકોટ : સૂર્યારામપરા ગામ પાસે મચ્છુ-૧ માંથી આજી-૧ ડેમમાં જતી પાણીની પાઇપ લાઇન જે સૌની યોજનાની-૩ પૈકી સરકારની માલીકીની નાખેલ હોય અને ગામના અસામાજીક તત્વોએ વાલ્વ તોડી નાખી નુકશાન કર્યાની ફરિયાદ કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઇ. પી.સી.મોલીયા સહિતના સ્ટાફે ગામના સરપંચ સહિત પાંચ જેટલા વ્યકિતઓની પુછપરછ આદરી છે.

(4:27 pm IST)