Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

મચ્છુ-૧ થી આજી-૧ નું પમ્પ-પાઇપ કામ મુખ્ય કોન્ટ્રાકટરે બારોબાર બીજાને પધરાવ્યું?!

સૌની યોજના એટલે 'બધા' કોન્ટ્રાકટર પણ કામ કરી શકે ?! : તુટેલા વાલ્વની ગુણવત્તા તપાસમાં ગ્રામજનોની માંગઃ નબળા કામની બૂમરાણ : વાલ્વ માત્ર સ્પે. પાનાથી ખુલે છતાં બારોબાર વાલ્વ ખુલ્યો કેવી રીતે અને વાલ્વના 'આંટા'ગયા કેમ?

રાજકોટ તા. ર૬ :.. સૌની યોજનાની પાઇપ લાઇન કે વાલ્વના ભંગાણ માટે ગ્રામજનો ઉપર આક્ષેપો થઇ રહ્યા છે ત્યારે ગ્રામ્યજનોમાં એવો રોષ ફેલાયો છે કે મચ્છુ-૧ થી આજી-૧ નું પમ્પ ત્થા પાઇપ લાઇનનું કામ મુખ્ય કોન્ટ્રાકટરે 'મલાઇ' બારોબાર જમીને અન્ય પેટા કોન્ટ્રાકટરને આપી દીધુ છે. જો આ સાચુ હોય તો રાજય સરકાર ત્થા વીજી. ઝીણવટભરી તપાસ આદરવી જોઇએ તેવી માંગ પણ સબંધીત ગ્રામજનો કરી રહ્યા છે. મચ્છુ-૧ ખાતે સમ્પ તથા પમ્પ માટેના કામો ચાલી રહ્યા છે અને ઉતાવળે આંબા પકાવવા હોય તેમ સિંચાઇ વિભાગના અધિકારીઓની ગેરહાજરીમાં જ બધા કામો થઇ રહ્રયહ્યાની વાતોથી અનેકવિધ શંકાઓ જાગી છે.

સુર્યારામપર આસપાસના લોકોના જણાવ્યા મુજબ ૪૩૧.૯૭ કરોડનું આ કામ જય સોસમનાથ પઆર્ય વર્કલ (બીજીએસટીડબ્યુ) ને આપવામાં આવ્યું જેના મુખ્ય સંચાલક  પ્રશાંતભાઇ પટેલ છે, પરંતુ મચ્છુ-૧ ડેમથી ત્રંબા સુધીમાં જે લી. કંપની કામ કરી રહી છે તે રાજકોટની રાધે કન્ટ્રકશન છે.

લોકોના જણાવ્યા મુજબ જય સોમનાથ આયર્ન વર્કસ (જીએસટીડબ્યુ) એ રાધે કન્ટ્રકશન કંપનીને કાયદેસર રીતે પેટામો કામ આપી શકે ? પાઇપલાઇનનું કામ હાલ કાર્યપાલક ઇજનેર જે આ પરોજેકટના કન્ટ્રોલીંગ ઓફીસર કહેવાય તેમના સંપૂર્ણ દેખરેખ હેઠળ જ કામ થઇ રહ્યું કે કેમે ?

ગ્રામજનોમાં ચર્ચાતી વિગતો મુજબ કલકતાથી એપ્રુવ્ડ વાલ્વ જ આ પાઇપ લાઇનમાં વાપરવાની જોગવાઇ છે અને આ ખાસ વાલ્વ દર પાંચ કીલો મીટર નાખવાના હોય છે. જે 'સ્કાવર' વાલ્વ તરીકે ઓળખાય છે. જે 'સ્પે. પાના' થી જ ખુલે તો પછી ગ્રામજનો કઇ રીતે ખોલી શકયા? આવો વધેક પ્રશ્ન પણ ગ્રામજનો પુછી રહ્યા છે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે પાંચ - પાંચ દિવસથી જેનુ સમારકામ થઇ શકતુ નથી. એ વાલ્વ ગ્રામજનોએ તોડી પાડયો નથી પરંતુ તેના 'આંટા' ગયા છે તો આટા જવા પાછળનું કારણ નબળા વાલ્વ છે કે તોડફોડનું ષડયંત્ર તેવો પ્રશ્ન પણ ગ્રામજનોમાં ચર્ચાઇ રહ્યો છે.

(4:27 pm IST)