Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

કાર્પેટ વેરા સામે જુના રાજકોટમાં સૌથી વધુ વાંધા અરજીઓઃ ૧ લાખ લોકોએ વેરો જોયો

કાર્પેટ વેરાની કામગીરી માટે અલગ-અલગ વિભાગોઃ ડે.કમિશ્નરની કલાર્ક સુધીના કર્મચારીઓને વિભાગ મુજબ જવાબદારી સુપ્રત કરતા બંછાનીધિ

રાજકોટ તા. ૨૬ : શહેરમાં તા. ૧ એપ્રિલથી કાર્પેટ એરીયા મુજબ વેરા આકારણી પધ્ધતિ લાગુ થવા જઇ રહી છે અને મનપા સાડા ચાર લાખ આસામીઓને નવા વેરાબીલ મોકલવાની છે ત્યારે નવી પધ્ધતિ પારદર્શક અને સરળ હોવાના તંત્રના દાવા વચ્ચે આ પધ્ધતિ ખરેખર શું છે અને પોતાને શું અસર કરે છે તે જોવા નાગરિકો ઓનલાઇન ધસારો કરી રહ્યા છે. આજદિન સુધીમાં શહેરના ૧ લાખ શહેરીજનોએ નવા વેરા અંગે ઓનલાઇન ચકાસણી કરી છે. તેમજ ૯૦૦ લોકોએ વાંધા અરજી કરી છે. જ્યારે કાર્પેટ એરિયા મુજબની મિલ્કત વેરા આકારણી પધ્ધતિના વિવિધ કામો માટે અધિકારીઓ - કર્મચારીઓને સત્તા મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા આપવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશનની ટેકસ શાખાએ આપેલી સત્તાવર માહિતી મુજબ ૮ દિવસથી નવા વેરા બીલ અંગેનો અંદાજ ઓનલાઇન મુકવામાં આવ્યો છે. મનપાની સત્તાવાર વેબસાઇટ પર અને અન્ય લીંક પરથી કાર્પેટ એરીયા મુજબનો નવો વેરો નાગરિકો ચકાસી શકે છે. તે સાથે જ ઓનલાઇન વાંધો મુકી શકે તેવી સુવિધા આપવામાં આવી છે. જો કે સત્તાવાર રીતે તા. ૬ એપ્રિલથી વાંધા અરજી લેવાનું અને તેના પર કામ કરવાનું શરૂ કરવામાં આવનાર છે. એપ્રિલથી ૬ દિવસ સુધી આવી વાંધા અરજીઓ સ્વીકારવામાં આવનાર છે. સાથોસાથ ઝોન અને વોર્ડ કક્ષાએ પણ વાંધા અરજીઓના સમાધાન માટે કામગીરી કરવાની છે.

દરમિયાન અત્યાર સુધીમાં ૩ ઝોનમાં ૮૦૦ જેટલા નાગરિકે ઓનલાઇન સર્વિસમાં રહેલ વાંધાના ઓપ્શન પર કલીક કરીને વાંધા અરજી મુકી છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં ૩૬૮, ઇસ્ટમાં ૧૨૮ તથા વેસ્ટમાં ૩૧૫ અરજીઓ આવી છે પરંતુ સત્તાવાર રીતે એપ્રિલથી તેના પર કામ કરવામાં આવશે તેવું ટેકસ અધિકારીએ કહ્યું હતું. જો કે બીજી તરફ કાર્પેટ એરીયા આકારણી સમજવા માટે લોકોનો વધુ ધસારો લાગી રહ્યો છે. વેરામાં ઘટાડો કે યથાવત હોય તેવા નાગરિકો મોટા ભાગે અરજી કરવાના નથી. પરંતુ જ્યાં વેરો વધ્યો છે તે મિલ્કતોની આકારણી સામે મોટા પ્રમાણમાં વાંધા અરજી મે માસના અંત સુધીમાં આવે તેવું સમજવામાં આવે છે.

વિભાગ મુજબ જવાબદારી સુપ્રત

મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષથી કાર્પેટ એરીયા પ્રમાણે મિલકત વેરો વસુલ કરવામાં આવનાર છે. કાર્પેટ એરીયા પધ્ધતિ પ્રમાણે વેરો નિયત કરવા માટે, નોંધાયા વગરની મિલકતોની, હેરફેર થયેલી મીલ્કતોની વધારાના બાંધકામની રીવાઇઝ આકારણી કરવાની અને આ પ્રમાણે નિયત થયેલ વેરા સામે વાંધા અરજીના નિકાલ કરવા માટે વહીવટી સરળતા ખાતર નીચે દર્શાવ્યા પ્રમાણે અધિકારીઓ અને કર્મચારીઓને મ્યુનિ. કમિશનર બંછાનીધી પાનીએ સત્તા સુપરત કરેલ છે.

રહેણાંક પ્રકારની મીલકતો, બેન્કો, નાણા સંસ્થાઓ, પબ્લીક લી.કુ. અને બોર્ડ, નિગમો, કોમર્શીયલ, ખાનગી શૈક્ષણીક સંસ્થા તથા હોસ્ટેલ, અન્ય હોસ્પિટલ, મેરેજ - કોમ્યુનીટી હોલ (પ્રાઇવેટ), પાર્ટી પ્લોટ, મોલ સિનેમા ઘર,  તમામ માટે લગત વોર્ડના વોર્ડ ઓફીસર.

 ઓટો ગેરેજ, સર્વિસ સેન્ટર, ગોડાઉન, (ર) ગ્રાંટ મેળવતી શૈક્ષણીક સંસ્થા, હોસ્ટેલો (ટ્રસ્ટ સંચાલિત - માલીકીની), (૩) જાહેર ટ્રસ્ટો દ્વારા નહી નફો નહી નુકશાનના ધોરણે  ચાલતી હોસ્પીટલ મેરેજ, કોમ્યુનીટી હોલ (ટ્રસ્ટ-જ્ઞાતિ સંચાલીત અને માલીકન) ઓડીટોરીયમ, કોમ્યુનીકેશન ટાવર, ફયુઅલ પંપ, રાજય સરકારશ્રીને મિલ્કતો, કેન્દ્ર સરકારશ્રીની મિલ્કતો ભાડ  યોજના આસી. મેેનેજવર (૧) ધાર્મિક સંસ્થા, સ્મશાન, કબ્રસ્તાન વિગેરે (રા પ્રાર્થના ખંડ, સાધુ સંત પાદરી નન વિગેરેના નિયમો (૩) ઔદ્યોગીક એકમો લગત ઝોનના સાયક કમિશ્નર નહી નફો નહી નુકશાનના ધોરણે સેવાકીય પ્રવૃતિઓ ચલાવતા ચેરીટેબલ ટ્રસ્ટ લગત ઝોનના નાયબ કમિશ્નર,  સીતના અધિકારીઓની જવાબદારી આપવામાં આવી છે.

બંધ અરજી નિકાલ માટે

નામની જોડણીમાં સુધારો-લગત વોર્ડના વોર્ડ કલાકૃ, ડીમાન્ડ કલાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર, નામ દાખલ કરવુ તમા પ્રકારની મિલ્કતો માટે લગત વોર્ડના વોર્ડ ઇન્સ્પેકટર મિલ્કતનું સરનામુ સુધારવા તમામ પ્રકારની મિલ્કતો માટે લગત વોર્ડના વોર્ડ કલાકૃ, ડીમાન્ડ કલાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર, કાર્પેટ એરીયા એફ૧, એફર, એફ૩ અને એફ ૪ અંગેની રજુઆતો રહેણાંક પ્રકારની મિલ્કતો માટે લગત વોર્ડના વોર્ડ ઓફીસર બેન્કો, નાણા, સંસ્થાઓ, પબ્લીક લી. કુ. અને બોર્ડ , નિગમો કોમર્શીયલ ખાનગી શૈક્ષણીક સંસ્થા તથા હોસ્ટેલ, અન્ય હોસ્પીટલ  મેરેજ કોમ્યુનીટી હોલ (પ્રાઇવેટ) પાર્ટી પ્લોટ, મોલ સિનેમાઘર માટે ઝોનના આસી. મેનેજર તથા ઓટો ગેરેજ, સર્વિસ સેન્ટર ગોાડાઉન, ગ્રાન્ટ મેળવતી શૈક્ષણિક સંસ્થા/હોસ્ટેલો (ટ્રસ્ટ સંચાલિત/માલીકીની) , જાહેર ટ્રસ્ટ દ્વારા નહીં નફો નહીં નુકશાનના ધોરણે ચાલતી હોસ્પિટલ, મેનેર/કોમ્યુનીટી હોલ (ટ્રસ્ટ/જ્ઞાતિ ંચાલિત અને માલકીના), ઓડીટોરીયમ, કોમ્પ્યુનીકેશન ટાવર, ફયુઅલ પંચ, રાજય સરકાશ્રીની મિલ્કત, કેન્દ્ર સરકારશ્રીની મિલ્કતો માટે લગત ઝોનના સહાયક મિશનર,. ધાર્મિક સંસ્થા, સ્મશાન, કબ્રસ્તાન વિગેરે, પ્રાર્થના ખંડ, સાધુ-સંત, પાદરી, નન વિગેરેના આશ્રમો, ઔદ્યોગિક એકમોએ લગત ઝોનના નાયબ કમિશનર તથા નીહં નફો નહીં નુકશાનના ધોરણે સેવાકીય પ્રવૃતિઓ ચલાવતા ચેરીટેબલ ટ્રસ્ટોએ કમિશનર સહિતના અધિકારીઓ અરજી નિકાલ કામગીરી સુપ્રતનો હુકમ કર્યો છે.

(4:26 pm IST)