Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ગરીબી રેખા નીચી બતાવવા બીપીએલ કાર્ડ કાઢી અપાતા નથી : કુંવરજીભાઇ

રાજકોટ, તા. ર૬ : રાજયમાં ગરીબી ઘટી હોવાનો ભાજપા સરકારનો દાવો પોકળ હોવાનું જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા એ જણાવ્યું છે.

તેઓએ જણાવ્યું છે કે  ગુજરાતમાં છેલ્લા રર વર્ષથી ભારતીય જનતા પાર્ટીની વિકાસની વાતો કરતી સરકાર, વાઇબ્રન્ટ ગુજરાતનાં બણગા ફુંકતી સરકાર છે. ગુજરાત વિધાનસભાના તારાંકિત પુછાયેલ પ્રશ્નનાં જવાબમાં રાજયમાં જિલ્લાવાઇઝ ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારની સંખ્યા અને ર૦૧૬ અને ર૦૧૭નાં છેલ્લા ર વર્ષમાં ગરીબીની રેખા હેઠળ જીવતા પરિવારોની સંખ્યામાં ૧૯૦૦૦ થી વધારે પરિવારોનો વધારો થતો જોવા મળ્યો છે જે દર્શાવે છે કે રાજયમાંથી ગરીબી ઘટી હોવાનો હાલની ભાજપ સરકારનો દાવો પોકળ સાબિત થયો છે.

રાજયમાં શહેરી  વિસ્તારમાં તો ગીરીબીની રેખા હેઠળ જીવતા પરિવારો છે પરંતુ રાજય સરકાર દ્વારા આવા લોકોને બી.પી.એલ. કાર્ડ કાઢી આપવામાં જ આવતા નથી. જો શહેરી વિસ્તારમાં ગરીબીની રેખા હેઠળ જીવતા લોકોને બી.પી.એલ.ના કાર્ડ આપવામાં આવે તો આ આંકડો ખુબ જ મોટી સંખ્યામાં આવે. ગરીબ કલ્યાણ મેળાઓ અને વિકાસ લક્ષી વાતો કરી આજની આ સરકાર જનતાને ગુમરાહ કરી રહી છે.

અન્ન સુરક્ષા કાયદો હોય કે શિક્ષ્ણ  મેળવવાનાં અધિકારનો કાયદો હોય, તેની અલમવારી કરવામાં ઉણી ઉતરેલી આ સરકાર ર૦૧ ૧ માં જે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું હતું તેની કામગીરીમાં પણ આજની આ સરકાર નિષ્ફળ રહેલ હોવાનું શ્રી બાવળીયાએ જણાવેલ છે.

રાજયના જિલ્લા વાઇઝ ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોની સંખ્યા અને ર૦૧૬-૧૭ નાં વર્ષમાં થયેલ વધારાનું વાસ્તવિક ચિત્ર રજૂ કરતા તેઓએ જણાવેલ છે કે ગાંધીનગરમાં ૦ થી ૬ સ્કોર વચ્ચે ૧૩૮પ૧ પરિવારો તેમજ ૧૭ થી ર૦ નાં સ્કોરમાં ૩૦૬૮૪ પરિવાર, કુલ ૪૪પપ૩  મુજબ વર્ષ ર૦૧૬-૧૭માં ૭નો વધારો નોંધાયો છે. અમદાવાદમાં ૦ થી ૬ સ્કોર વચ્ચે ૮૦૦રર, ૧૭ થી ર૦ના સ્કોરમાં ૬૪૦૭૦, કુલ ૧૪૪૦૯૯, વર્ષ ર૦૧૬-૧૭માં ૧ર૮નો વધારો નોંધાયો છે. જામનગરમાં ૦થી ૬ સ્કોર વચ્ચે ૧૪૭૭૧, ૧૭ થી ર૦નાં સ્કોરમાં ૧૯૮૪પ, કુલ ૩૪૬૧૬ વર્ષ ર૦૧૬-૧૭માં  ૪૩૭નો વધારો નોંધાયો છે. આ રીતે ૩ર જિલ્લામાં કુલ ૦ થી ૧૬ સ્કોર વચ્ચે ૧પ૬૮૦ર૯ ૧૦ થી ર૦ સ્કોર વચ્ચે ૧૪ર૭૭ર૦, કુલ ૩૦૪૦૭૪૯ અને વર્ષ ર૦૧૬-૧૭માં ૧૯૩ર૭ નો વધારો નોંધાયો હોવાનું આધાર કોષ્ટક સાથે કુંવરજીભાઇ બાવળીયા (મો. ૯૮ર૪૪ પ૧૩ર૧) એ જણાવેલ છે.

(4:17 pm IST)