Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

આયંબિલતપની આરાધનાઃ ગુરૂવારે મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી

સૌરાષ્ટ્રના સિંહણ, તીર્થસ્વરૂપા, વચનસિધ્ધિકા પૂ.શ્રી ઈન્દુબાઈ મ.સ.તીર્થધામમાં

રાજકોટ, તા.૨૬: ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં આયંબિલ તપનું ભવ્યાતિભવ્ય માહૌલ જામ્યો છે. રોજ સવારે ૯ થી ૧૧:૩૦ ત્રણ સામાયિક ૯:૩૦ થી ૧૦:૩૦ વ્યાખ્યાન, ૧૦:૩૦ થી ૧૧:૩૦ સપ્તરંગી જાપ, ૧૧:૩૦ થી ૧૨ નવપદ વિધિ, ૧૨ કલાકે આયંબિલભોજનની વ્યવસ્થા કરાયેલ છે.

ગુરૂવારે મહાવીર- જયંતિના દિવસે સવારે ૯ વાગ્યાથી નાલંદા તીર્થધામ મહાવીરમય બનશે તપ- ત્યાગથી ઉજવાશે. એક આયંબિલતપ કરવાથી સો વર્ષના અશુભ કર્મો ખપે છે. દરેક આયોજનમાં દરેક જુદા- જુદા લાભાર્થી પરિવાર તરફથી પ્રભાવના - બહુમાન થઈ રહયા છે. આજની આયંબિલ મોટા સ્વામીના પરમ ગુરૂણી ભકત સુનિલભાઈ શાહ તરફથી છે. નાલંદા ઉપાશ્રયે જેમણે આખી આયંબિલની ઓળી કરી હોય તેમને રવિવારે દાનરત્ના શારદાબેન મોદી તરફથી પારણાં કરવામાં આવશે.

આયોજનને સફળ બનાવ્યા નિલેશભાઈ શાહ, જયેશભાઈ માવાણી, અશોકભાઈ દોશી, પ્રદિપભાઈ માવાણી, જયેશભાઈ સંઘાણી, વિમલભાઈ મહેતા, સોનલ સેવા મંડળ, સંપટભાઈ મારવાડી, સોનલ સહેલી મંડળ, સોનલ સિનિયર સીટીઝન સેવા આપી રહયા છે.  છેલ્લે દિવસે જેમણે આયંબિલ કરવી હોય તેમણે પોતાના નામ લખાવી દેવા. પૂ.મોટા સ્વામી આયંબિલતપના મુખ્ય પ્રણેતા હતા. આ પ્રસંગે દિલાવર દાનાઓ, આગેવાનો, શ્રેષ્ઠીવર્યો, મહાનુભાવો, સંઘના પદાધિકારીઓ હાજર રહી અનુમોદના કરી હતી. આ પ્રસંગે જૈન વિઝનના સુનિલભાઈ શાહ, પરેશભાઈ દફતરી, જતિનભાઈ કોઠારી, નિતીનભાઈ કામદાર, ધીરેનભાઈ ભરવાડા, ઉત્તમચંદભાઈ, પદમચંદભાઈ, વિજયભાઈ, આશિષભાઈ ખાસ હાજરી આપેલ હતી.

(4:16 pm IST)