Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

'જય જય શ્રી રામ' નાદથી જયુબેલી ચોક ગુંજી ઉઠયો : શહેર ભાજપ દ્વારા રામ લલ્લાની શોભાયાત્રાનું અદકેરૂ સ્વાગત

રાજકોટ : રામનવમી નિમિતે રામલલ્લાના જન્મની ઘડીઓના વહાલથી વધામણા કરવા રાજકોટ રામ મય બની ગયુ હતુ. દરમિયાન વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન થયેલ. જે મુખ્ય માર્ગો ઉપર જય જય શ્રી રામના નાદ સાથે ઘુમી વળી હતી. રામ ભગવાનની શોભાયાત્રાને સત્કારવા શહેર ભાજપ દ્વારા જયુબેલી ચોક ગાંધીજીની પ્રતિમા પાસે અદકેરૂ આયોજન કરાયુ હતુ.  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ સાંસદ મોહનભાઇ કુંડારીયા, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, જનકભાઇ કોટક, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતીમાં રામલલ્લાના મુખ્ય રથને સત્કારી ભાવભીનું સ્વાગત કરાયુ હતુ. જય જય શ્રીરામના નાદથી જયુબેલી ચોકને ગજાવી દેવાયો હતો. આ તકે મોહનભાઇ વાડોલીયા, પ્રફુલભાઇ કાથરોટીયા, કંચનબેન સિધ્ધપુરા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, કલ્પનાબેન કિયાડા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, સુરેન્દ્રસિંહ વાળા, નીતિન ભુત, માધવ દવે, અશ્વિન પાંભર, નીલેશ જલુ, ડો. દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, સોમાભાઇ ભાલીયા, નયનાબેન પેઢડીયા, કિરણબેન માકડીયા, હારૂનભાઇ શાહમદાર, યાકુબ પઠાણ, ડી. બી. ખીમસુરીયા, રસીકભાઇ બદ્રકીયા, રાજેન્દ્રસિંહ ગોહીલ, હેમુભાઇ પરમાર, ઘનશ્યામ કુંગશીયા, જીતુ સેલારા, રમેશભાઇ પંડયા, કીરીટ ગોહેલ, રમેશ ચાવડીયા, કાથડભાઇ ડાંગર, કમલેશ શર્મા, આશીષ ભટ્ટ, રજની ગોલ, પરેશ તન્ના, નરેન્દ્ર કુબાવત, રત્નાભાઇ મોરી, મહેશ બથવાર, સુરેશ વસોયા, હીરેન ગોસ્વામી, રાજુભાઇ માલધારી, મનીષ રાડીયા, અશ્વિન મોલીયા, અનીલ રાઠોડ, અજય પરમાર, જાગૃતીબેન ધાડીયા, વિજયાબેન વાછાણી, શીલ્પાબેન જાવીયા, અશ્વીન ભોરણીયા, હરીભાઇ ડાંગર, ભીમજીભાઇ પરસાણા, ગૌતમ વાળા, ફારૂક બાવાણી, નરેશ પ્રજાપતિ, જયશ્રીબેન રાવલ, બીપીન ભટ્ટી, રમેશ દોમડીયા, જીતુભાઇ કાટોડીયા, ગૌતમ ગોસ્વામી, જગદીશ પટેલ, રમેશ અકબરી, દીગુભા ગોહીલ, દક્ષાબેન વસાણી, દેવજીભાઇ ખીમસરીયા, રજાક અગવાન, જયસુખ બારોટ, સંજય ચાવડા, નિલેશ ખુંટ, રજાક જુણેજા, કીશન ટીલવા, પપુ ચૌહાણ, શૈલેષ ડાંગર, સંજય ભાલોડીયા, અશ્વિન રાખશીયા, યુવરાજસિંહ ચુડાસમા, યુવરાજસિંહ ચુડાસમા, પીન્ટુ રાઠોડ, નરેન્દ્ર મકવાણા, વિપુલ માખેલા, ઇબ્રાહીમ સોની, શાહનવાઝ સીદીકી, સુખાભાઇ બારૈયા, જોહર કપાસી, સુરેશ સીંધવ, કમલ ભટ્ટ, કૃણાલ પરમાર, મનીષ પટેલ, હીરેન રાવલ, ચાંદનીબેન ગોંડલીયા, રમેશ જાદવ, લીનાબેન શુકલ, ચંદ્રેશ પરમાર, પ્રવિણ પટેલ, હીતેશ મઠીયા, સુનિલ માકાસણા, અજય વાઘેલા, પાર્થ ચૌહાણ, કિરણબેન હરસોડા, શારદાબેન લીલા, પલ્લવીબેન પોપટ, હેમીબેન ભલસોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નલહરીભાઇ અને ઇન્દ્રીશ ફુફાડે જહેમત ઉઠાવી હતી.

(4:16 pm IST)