Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

૧૮મીએ પરશુરામ જન્મોત્સવ : કન્વીનર સાથે ૫૧ યુવાનોની કમીટીની રચના

ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા, મહાઆરતીના કાર્યક્રમો : વોર્ડવાઈઝ મીટીંગોનો ધમધમાટ શરૂ

રાજકોટ, તા. ૨૬ : ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર આપણા આરાધ્યાદેવ ભગવાન શ્રી પરશુરામનો પ્રાગટ્ય દિન એટલે અક્ષયતૃતિયા (અખાત્રીજ) તા. ૧૮ એપ્રિલના બુધવારના રોજ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી પરશુરામનો જન્મોત્સવ ભવ્યતાથી ભવ્ય રીતે ઉજવાય તે માટે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા મહાપ્રસાદ તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

તાજેતરમાં મળેલી મીટીંગમાં આ વર્ષના નવા કન્વીનર તરીકે સૌરાષ્ટ્ર - કચ્છ બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ અને બ્રહ્મણ અગ્રણી એવા શ્રી ભરતભાઈ ઓઝાની નિમણુંક કરવામાં આવી. તેમની સાથે ૫૧ યુવાનોની એક સમિતિની રચના કરવામાં આવેલ છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ મહિલા પાંખની રચના કરવામાં આવી છે બહેનો પણ તૈયારીમાં સાથ સહકાર આપી રહ્યા છે. તા. ૭ એપ્રિલ (શનિવાર)થી ત્રિકોણબાગ ખાતે ભગવાન શ્રી પરશુરામની મૂર્તિની સ્થાપના કરી રોજ સાંજે ૮ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે.

શોભાયાત્રામાં જોડાવવા માટે વોર્ડવાઈઝ મીટીંગોનો દોર શરૂ કરવામાં આવેલ છે. આ વર્ષે વિવિધ ફલોટમાં મુખ્ય ફલોટમાં ભગવાન શ્રી પરશુરામની મૂર્તિ તેમજ ચાર વેદ હિન્દુ ધર્મોના ગ્રંથો તથા હિન્દુ સમાજના વિવિધ પ્રસંગો આવરી લેવામાં આવશે. આ વિવિધ ફલોટમાં ધાર્મિક ગ્રંથો તેમજ દેવી - દેવતાઓના તથા ગાયત્રી યજ્ઞ તેમજ દેશની આઝાદી માટે જેઓએ માતૃભૂમિ માટે શહીદી વહોરી છે એવા બ્રહ્મવીર પુરૂષો તેમજ મહિલા વિરાંગના જેવા કે મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ, લાલ, બાલ, પાલ, વીરસાવરકર બંધુ, રાજયગુરૂ બંધુ તેમજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા દુર્ગાભાભી જેવી મહાન વ્યકિતઓની ઝાંખી કરાવવામાં આવશે.

શોભાયાત્રા સાંજે ૪ કલાકે પંચનાથ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવશે. વિવિધ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત થશે. પરશુરામ ધામ ખાતે સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ મહાપ્રસાદ રાખવામાં આવેલ છે.

આયોજનમાં સમિતિના યુવા સભ્યો યોગેશભાઈ ભટ્ટ, કશ્યપભાઈ ભટ્ટ, ચેતનભાઈ જોષી, પંકજભાઈ વ્યાસ, જયેશભાઈ ભટ્ટ, ચંદ્રેશભાઈ દવે, દિવ્યેશભાઈ જોષી, આનંદભાઈ જોષી, રસીકભાઈ ભટ્ટ, અજયભાઈ જોષી, કનૈયાલાલ ભટ્ટ, વિજયભાઈ આચાર્ય, દિવ્યેશભાઈ દવે, ધનંજયભાઈ દવે, ઉમંગભાઈ ભટ્ટ, હર્ષભાઈ જોષી, જયભાઈ જાની, ધર્મેશભાઈ ત્રિવેદી, હિરેનભાઈ જોષી, ગીરીશભાઈ જોષી, વિશાલભાઈ પાંડે, અશિતભાઈ જોષી, રાજાભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, વિમલભાઈ દવે, વિજયભાઈ જોષી, મેહુલભાઈ જોષી, પ્રશાંતભાઈ રાજયગુરૂ, દર્શનભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ જોષી, જતીનભાઈ મહેતા, દિપકભાઈ ભટ્ટ, રાજુભાઈ જોષી (સોલ્વટ), મીહીરભાઈ પુરોહિત, પ્રતિકભાઈ પંડ્યા, મયંકભાઈ ભટ્ટ, રીતીનભાઈ પંડ્યા, પ્રતિકભાઈ ડણાક, પ્રતિકભાઈ બલભદ્ર, મોહિતભાઈ ઉપાધ્યાય, અંકિતભાઈ ઉપાધ્યાય, ચિંતનભાઈ વ્યાસ, હિરેનભાઈ રાવલ, ઈન્દ્રભાઈ પંડ્યા, જીગરભાઈ જોષી, રાહુલ પંડ્યા, ધ્રુમિલભાઈ રાવલ, મિલનભાઈ જોષી, ગૌરવભાઈ જોષી, વિવેકભાઈ મહેતા, કશ્યપભાઈ ઠાકોર જોડાયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:15 pm IST)