Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

માકેટ યાર્ડ પાસે રાંદરડા તળાવમાં ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત

રાજકોટ, તા. ર૬ : માર્કેટ યાર્ડ પાસે હાઉસીંગ બોર્ડ  કવાર્ટર સામે રાંદરડા તળાવમાં ઝંપલાવી અજાણ્યા યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ માર્કેટ યાર્ડ પાસે રાંદરડા તળાવમાં આશેર ૩૦ વર્ષના અજાણ્યા યુવાને ઝંપલાવતા આસપાસના લોકોએ તાકીદે જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી યુવાનના મૃતદેહને તળાવમાંથી બહાર કઢાયો હતો. જાણ કરતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર.વી. કડછા અને રાઇટર શૈલેષભાઇ ગઢવીએ સ્થળ પર પહોંચી યુવાનની ઓળખ મેળવવા તપાસ આદરી હતી. મૃતક યુવાને સફેદ શર્ટ અને આછા ગ્રે કલરનું પેન્ટ પહેરેલ છે. તળાવના કિનારા પર ચંપલ પર કલર હોવાથી આ યુવાન કલરકામ કરતો હોવાનું પોલીસે અનુમાન કર્યું છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો આજીડેમ પોલીસ સ્ટેશન ફોન નંબર ૭૪૩૩૮૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવો.

(4:14 pm IST)