Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ત્રણ કલાકમાં ૧૦ પોઇન્ટ ઉપર ૧૭૦૬ વાહનો ચેક કરાયાઃ ૭ રિક્ષાચાલકો નશો કરેલા મળ્યા

રિક્ષામાં બેઠેલા પાંચ મુસાફરો પણ ડમ-ડમ હાલતમાં હતાં: ૧૮૫ રિક્ષા, ૧૩ અન્ય વાહનો ડિટેઇનઃ ૩૧૯ એન.સી. કેસ કરાયા

રાજકોટ તા. ૨૬: શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલાની સુચના મુજબ શનિવારે નવથી બાર સુધી ૧૦ જુદા-જુદા પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ ઝુંબેશ થઇ હતી. જેમાં ખાસ કરીને રિક્ષાચાલકોની વધુ તલાશી લેવામાં આવી હતી. રિક્ષાના કાગળો, ડ્રાઇવીંગ લાયસન્સ,  નશો કરેલો છે કે કેમ? તેની ચકાસણી થઇ હતી. આ તપાસમાં જુદા-જુદા ૭ રિક્ષાચાલકો નશો કરેલા મળ્યા હતાં. તેમજ પાંચ મુસાફરો પણ દારૂ પીધેલા હોઇ તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

 પોલીસે ચુનારાવાડ ચોકમાંથી જીજે૭વીડબલ્યુ-૫૧૨૭ના ચાલક સલિમ ઇબ્રાહીમભાઇ પોપટ (ઉ.૪૫-રહે. દૂધની ડેરી પાસે ગુ.હા. બોર્ડ કવાર્ટર), જીજે૩એડબલ્યુ-૭૧૯૨ના ચાલક રવિદાસ મંગળદાસ બાવાજી (ઉ.૩૫-રહે. નરસંગપરા), જીજે૧એવી-૫૮૫૪ના ચાલક જીતેન્દ્ર મનજીભાઇ ચોૈહાણ (ઉ.૪૨-રહે. કોઠારીયા ચોકડી), જીજે૨૩ડબલ્યુ-૨૨૯૩ના ચાલક ખુરશીદ અબ્બાસભાઇ દાઉદી (ઉ.૫૦-રહે. ખોડિયારપરા-૨), જીજે૧બીયુ-૩૮૫૮ના ચાલક દેવજી અરજણભાઇ ચોૈહાણ (ઉ.૪૮-રહે. ભવાનીનગર-૧)ને નશો કરી રિક્ષા હંકારતા પકડ્યા હતાં. ચુનારાવાડમાંથી એક શખ્સ નઝીમ રશીદભાઇ બેલીમ (ઉ.૩૫-રહે. ભગવતી સોસાયટી) છરી સાથે પણ મળ્યો હતો. જ્યારે આકાશવાણી ચોકમાંથી જીજે૩એયુ-૩૬૪૫નો ચાલક મનિષ નિરંજનભાઇ પંડ્યા (ઉ.૪૮-રહે. ગુરૂજીનગર આવાસ કવાર્ટર) નશો કરી રિક્ષા હંકારી નીકળતાં ઝડપાઇ ગયો હતો.

પોલીસે ૩ કલાકમાં ૧૭૦૬ વાહનો ચેક કર્યા હતાં. જેમાંથી ૧૮૫ રિક્ષા અને ૧૩ અન્ય વાહનોને જાહેરનામા ભંગ સબબ ડિટેઇન કરાયા હતાં. ૩૧૯ એન.સી. કેસ કરી ૩૭૩૦૦નો દંડ વસુલ કરાયો હતો. મોટા ભાગના રિક્ષા ચાલકો જરૂર કાગળો વગર અને નામ ટ્રાન્સફર કરાવ્યા વગર રિક્ષા ફેરવતા મળ્યા હતાં. આગામી દિવસોમાં પણ રિક્ષાચાલકોનું ચેકીંગ થતું રહેશે તેમ જણાવાયું છે.

(4:14 pm IST)