Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

રૂ. ચાર લાખ ૮૭ હજાર પ૦૦ના ચેક રિટર્ન કેસમાં આરોપીને સમન્સ

રાજકોટ, તા. ર૬ : રૂ. ચાર લાખ સત્યાસી હજાર પાંચસોના ચેક રિટર્ન કેસમાં આરોપીને સમન્સ પાઠવીને કોર્ટે હાજર થવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, પરેશકુમાર હરીલાલ બાબીયાએ બે વર્ષ પહેલા મિત્રતા અને ઓળખાણનો સબંધ ધરાવતા પંકજભાઇ લાખાભાઇ વઘાસીયાને ઉછીના પેટે બેન્ક મારફત આરટીજીએસથી રૂ. ૪,૮૭,પ૦૦/- મદદ માટે આપેલા જે રકમ પરત માંગતા આ કામના આરોપીએ તેમના ખાતા વાળી એકસીસ બેંક, જસદણ બ્રાંચ, તા. જસદણ, જી. રાજકોટનો ચેક આપેલો જે ચેક ફરીયાદીએ તેમની કોટક મહિન્દ્ર બેંક, કાલાવડ રોડ, બ્રાંચ રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક 'એકાઉન્ટ બ્લોક'ના શેરા સાથે પરત ફરેલ હતો.

આમ ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચૂકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતા આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલો નહીં. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ અતુલ સી. ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના ચીફ જયુ. મેજીસ્ટ્રેટે આરોપી પંકજભાઇ લાખાભાઇ વઘાસીયા ને સમન્ય ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(4:13 pm IST)