Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સુત્રાપાડા અકસ્માત મૃત્યુ-ઇજાના કેસમાં ૧૭ લાખનું વળતર મંજુર

રાજકોટ તા. ર૬: સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી અકસ્માત મૃત્યુ ત્થા ઇજા અંગેના કેસમાં રૂ. ૧૭ લાખ ચાર હજાર ૯૭૬ નું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની હકીકત એવી છે કે ગત તા. ૦૪/૦પ/ર૦૧પના રોજ સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામના વતની સ્વ. અજયભાઇ દેવાભાઇ પરમાર ઉ.વ.આ. ર૯ તથા તેનો પુત્ર માહીલ અજયભાઇ પરમાર ઉ.વ.આ. ૮ તેનું વાહન લઇને વેરાવળ કામ સબબ જઇ રહ્રયહ્યા હતા ત્યારે સોનારીયાગામ અને કાજલી ગામ વચ્ચે પહોંચેલ ત્યારે સામેથી ટોરસ ટ્રકના ચાલકે પોતાના હવાલાવાળુ ટોરસ ટ્રક ખુબજ પુરઝડપે ગફલતભરી રીતે તેમજ ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરી ચલાવીને અજયભાઇ દેવાભાઇ પરમાર તથા તેના પુત્રને હડફેટે લઇ અકસ્માત સર્જેલ હતો જેમાં અજયભાઇનું મૃત્યુ થયેલ હતું.

આ અકસ્માતમાં અજયભાઇ દેવાભાઇ પરમારને ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી મૃત્યુ થયેલ તથા તેમના દિકરા માહીલને ગંભીર પ્રકારની ઇજાઓ તથા અસ્થિભંગ થયેલ. ગુજ. અજયભાઇ દેવાભાઇ પરમાર તથા તેના દિકરાનો કલેઇમ ગુજરનારના વારસદારોએ ટ્રીબ્યુનલ રાજકોટ સમક્ષ તા. ૦પ/૦૮/ર૦૧પના રોજ રૂ. ૧પ,૦૦,૦૦૦/- અંકે રૂ. પંદર લાખનો તથા તેના પુત્ર માહીલનો રૂ. પ,૦૦,૦૦૦/- અંકે રૂ. પાંચ લાખનો કલેઇમ કેસ દાખલ કરેલ હતો.

કોર્ટે ગુજરનારનું મૃત્યુ થતા તેના પત્નિ તથા બે બાળકોએ તથા માતા-પિતાએ લાગણી, હુંફ, પ્રેમ, ગુમાવેલ તેના માટે રૂ. ૪૦,૦૦૦/- અલગથી આપેલ અને ધાર્મિક વીધી તથા અગ્નિ સંસ્કારના ખર્ચ પેટે રૂ. ૧પ,૦૦૦/- આપેલ જેથી કુલ રકમ ૧૧,૭૮,૧૦૦/- + ૪૦,૦૦૦/- + ૧પ,૦૦૦/- = ૧ર,૪૮,૧૦૦/- કુલ ૯% વ્યાજના દરે મંજુર કરવામાં આવેલ જેથી કેસ દાખલ થયેલ તારીખથી વ્યાજ સહીત વિમા કું.એ રૂલ રૂ. ૧પ,પ૭,પ૩૯/- ચુકવેલ તથા ગુજરનારના દિકરાના ઇજા અંગેના કલેઇમ કેસમાં વ્યાજ સહીત ૧,૪૭,૪૩૭/- મંજુર કરવામાં આવેલ જેથી કુલ રકમ મળી રૂ. ૧૭,૦૪,૯૭૬/- આ કેસમાં મંજુર કરવામાં આવેલ. ઉપરોકત રકમ ટ્રકની વિમા કું. ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કું.એ ચુકવેલ. આમ સને ર૦૧પની સાલનો કેસ રાજકોટ ટ્રિબ્યુનલ સમક્ષ ચાલી જતાં બે વર્ષ અને છ માસના ટુંકા ગાળામાં મંજુર કરવામાં આવેલ.

ઉપરોકત કામમાં અરજદાર તરફે રાજકોટના વકીલ શ્રી કલ્પેશ કે. વાઘેલા, રવિન્દ્ર ડી. ગોહેલ, ભાવિન આર. પટેલ તથા કુલદિપ પી. ધનેશા તથા કરણ ડી. કારીયા (ગઢવી) રોકાયેલ હતા.

(4:13 pm IST)