Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

'નેચર ફોર વોટર' વિષય પર વાર્તાલાપ

  વિશ્વ જળ દિન નિમિતે ધી ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયર્સ (ઇન્ડીયા), સૌરાષ્ટ્ર લોકલ સેન્ટર અને વીવીપી એન્જી. કોલેજના સંયુકત ઉપક્રમે કોલેજના ઇ.સી. ડીપાર્ટમેન્ટના ઓડીટોરીયમ ખાતે પ્રો. (ડો.) જે. વી. મહેતા, પ્રો. અને હેડ સીવીલ એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટ, વી. વી. પી. એન્જીનીયરીંગ કોલેજ દ્વારા વાર્તાલાપનું આયોજન કરાયુ હતુ. પ્રાર્થના અને દીપપ્રાગટય બાદ પ્રો. ચંદારાણા અને એન્જી. એચ. એ. કણસાગરાએ મહેમાનો અને ઉપસ્થિત તમામને સત્કાર્યા હતા. બાદમાં એન્જી.  અને સંસ્થાના પૂર્વ ચેરમેન દીપક વી. સચદેએ એન્જીનીયર્સ ઇન્સ્ટીટયુટની પ્રવૃતિઓ વિષેની માહીતી આપી હતી. પ્રો. ડો. જે. વી. મહેતાએ પાણી અને પ્રકૃતિ ઉપર પ્રેઝન્ટેશન આપેલ. પુરની પરિસ્થિતીમાં વૃક્ષો કઇ રીતે ઉપયોગી થાય તેની તલ સ્પર્શી માહીતી રજુ કરી હતી. શ્રોતાઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો અપાયા હતા. પ્રેઝન્ટેશન પૂર્ણ થયા બાદ એન્જી. નવીન આર. કાલરીયા, ઓનરરી સેક્રેટરી આઇ.ઇ.આઇ. દ્વારા પ્રો. જે. વી. મહેતાના પ્રેઝન્ટેશનનો ટુંકો સાર અપાયો હતો.

(4:03 pm IST)