Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

અમે સાયકલ ચલાવશુ તો વિદ્યાર્થીઓ પણ ચલાવશે : પ્રોફેસરોની પહેલ

રાજકોટ : અહીની એ.વી. પારેખ ટેકનિકલ ઇન્સ્ટીટયુટ રાજકોટના પ્રો. એસ. જે. પટેલ (ઇલે. વિભાગ) અને નિતિન બિરારી (કોમ્પ્યુ. વિભાગ) એ વિદ્યાર્થીઓને શીખ મળે તેવા આશયથી સાયકલ ઉપર કોલેજ આવવાનું શરૂ કરી નવો ચીલો ચાતર્યો હતો. સર સાયકલ લઇને આવે તો આપણે પણ સાયકલ ચલાવવી જોઇએ તેવી વિચારધારાએ ખરેખર વિદ્યાર્થીઓમાં અસર કરી અને અનેક વિદ્યાર્થીઓ પણ સાયકલ ચલાવતા થઇ ગયા. આ બન્ને પ્રોફેસરની સાયકલ પહેલને પ્રિન્સીપાલ અને સમસ્ટ સ્ટાફે વધાવી લઇ અભિનંદન પાઠવેલ. ઉલ્લેખનીય છે કે પ્રો. એસ. જે. પટેલે સાયકલોફન ૫૦ કિ.મી.માં ભાગ લઇ નિયત મર્યાદામાં રેસ પૂર્ણ કરી હતી. તો પ્રો. નિતિન બિરારીએ 'રાજકોટ મેરેથોન ૨૦૧૮' માં ભાગ લઇ ૪૨ કિ.મી. કક્ષાની રેસ સફળ બનાવી ચુકયા છે.

(4:03 pm IST)