Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ભાજપ જીલ્લા કિસાન મોરચા દ્વારા માં કાર્ડ કેમ્પ

રાજકોટ, તા.૨૬ : ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા કિસાન મોરચા દ્વારા તેમજ ઉપલેટા નગરપાલિકા વોર્ડ નં.૫ દ્વારા આયોજિત મુખ્યમંત્રીમાં વાત્સલ્ય યોજના અંતર્ગતમાં કાર્ડ કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં ભાજપ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ વિજયભાઇ કોટકની અધ્યક્ષતામાં  તેમજ ઉપલેટા નગરના પ્રથમ નાગરીક અને નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા તેમજ ગોંડલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરિયા, નગરપાલિકાના ઉપ-પ્રમુખ શ્રી ધવલભાઇ માકડીયા ખોડલધામ મહિલા સમિતિના કન્વીનર શ્રી ચંપાબેન ગનેરાની ઉપસ્થિતિમાં દીપ  પ્રાગટય કરી મુખ્યમંત્રીમાં અમૃતમ વાત્સલ્ય યોજના કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ઉપલેટા શહેર ભાજપના અધ્યક્ષ માધવજીભાઇ પટેલ અશ્વિનભાઇ લાડાણી નં.૧ના સદસ્ય અજયભાઇ જાગાણી ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઇ બારીયા ખોડલધામ સમિતિના કન્વીનર વિઠ્ઠલભાઇ વોરા સહ કન્વીનર મનસુખભાઇ કપુપરા કારોબારી સભ્ય રાજુભાઇ મુંજપરા તેમજ વોડ નં.૫ સદસ્ય શ્રી વર્ષાબેન કપુપરા જેન્તીભાઇ ગજેરા રાકેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી શ્રી હરસુખભાઇ સોજીત્રાએ કરેલ. કેમ્પમાં ૧૦૦ થી પણ વધારે અરજદારોનેમાં અમૃતમ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.

(4:02 pm IST)