Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

વિવિધ વોર્ડમાં શકિતકેન્દ્રો ઉપર 'મન કી બાત'

દર માસના અંતિમ રવિવારે નરેન્દ્રભાઇ મોદી 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરે છે. આ કાર્યક્રમમાં લોકો પોતાના વિચારો રજુ કરે છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ અને મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના પ્રયાસોથી શહેરના વિવિધ વોર્ડના શકિતકેન્દ્રો પર 'મન કી બાત'નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરના વોર્ડ નં.૭માં શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, જીતુ સેલારા, રમેશ પંડ્યા, દોમડીયા, પાર્થ ચૌહાણ, રજાક અગવાન, પપુ ચૌહાણ સહીતના સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાંથી બાળકો તથા અન્ય નાગરીકો પોતાના વિચાર વડાપ્રધાનને મોકલે છે. પસંદ કરેલા વિચારોને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે છે. 'મન કી બાત'નું આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્કો પર પ્રસારિત કરવામાં આવે છે. વડાપ્રધાન કાર્યાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા દુરદર્શન સમાચારની યુટયૂબ ચેનલો પર પણ ઉપલબ્ધ હોય છે.

(4:01 pm IST)